આવેદન:તો રાજ્યની સાથે કચ્છ ગેટકોના કર્મીઓ માસ સીએલ મૂકશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલિક સ્ટાફ ઘટ નિવારવા કલેક્ટરને આવેદન અપાયું

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (ગેટકો)માં લાંબા સમયથી સ્ટાફ ઘટ હોતાં તાત્કાલિક ભરતી કરવાની માગ સાથે કર્મચારીઓ દ્વારા ભુજમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. આ મુદ્દે જો પગલાં નહિ ભરાય તો રાજ્યની સાથે કચ્છના કર્મચારીઓ પણ તા. 22/4ના સામૂહિક સીએલ પર જશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી.

રજૂઆતમાં જણાવાયું હતું કે, ગેટકોમાં લાંબા સમયથી ઇજનેરોની ભરતી ન કરાતાં તેમજ સબ સ્ટેશન અને લાઇન સ્ટાફ ઓછો હોતાં કામગીરી પર સીધી અસર પડી રહી છે. ગત વર્ષે રાજ્ય સરકારે સ્ટાફ સેટઅપનું માળખું તૈયાર કર્યું હતું પણ તેનો આજ દિવસ સુધી અમલ કરાયો નથી. સ્ટાફ ઘટના પગલે સર્જાતી સમસ્યાઓને લઇને ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા તળે ભુજમાં પણ સમાહર્તાને આવેદનપત્ર અપાયું હતું જેમાં રાજ્યભરના કર્મચારીઓની સાથે એક દિવસની સામૂહિક રજા પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...