તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ભાવેશ્વરનગરમાં 20 મિનિટમાં જ ઘરમાંથી 35 હજારની તસ્કરી

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરફોડ ચોરીના ઉપરા છાપરી બનાવ
  • આરોગ્ય કર્મચારીના મકાનમાં તસ્કરોઅે હાથ માર્યો

ભુજમાં છેલ્લા 15 દિવસમાં ઘરફોડ ચોરીના બનાવો બની રહ્યા છે. ભુજના અરહિત નગર, નર્સિંહ મહેતા નગરની લાખોની ચોરી અને 36 ક્વાર્ટર સામે રહેતા કોન્ટ્રાક્ટરના ઘરની ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં વધુ એક ચોરીની ઘટના સામે આવી હતી. ભુજના ભાવેશ્વર નગરમાં રહેતા શહેરી આરોગ્ય કેન્દ્રના કર્મચારીના ખુલ્લા ઘરમાં ભરબપોરે 20મીનીટમાં જ 10 હજારના સરકારી મોબાઇલ તેમજ 25 હજાર રોકડ સહિતનો મુદામાલ ચોરાઇ જતાં ચકચાર મચી જવા પામી છે.

ભુજના ભાવેશ્વરનગરમાં રહેતા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી મીનાક્ષીબેન મનસુખદાસ રાવતના ઘરમાં ભરબપોરે વીસ મીનીટમાં તસ્કરોએ હાથ મારીને ઘરમાંથી સરકારી મોબાઇલ ફોન કિંમત રૂપિયા દસ હજાર તેમજ 25 હજાર રોકડા સાથે એટીએમ કાર્ડ સહિતની જરૂરી ડોક્યુમેન્ટ ભરેલું પર્સ સહિત 35 હજારના મુદામાલની ચોરી થઇ ગઇ હતી.

રવિવારે બપોરે ફરિયાદી તેમની ફરજ પર હતા. તેમની નાની દિકરીને મોટી દિકરી ટ્યુશને મુકવા માટે બપોરે 3:40 વાગ્યે ગઇ હતી ત્યારે ઘરના દરવાજાને કળી મારી હતી. દરમિયાન વીસ જ મીનીટમાં ખુલ્લા ઘરમાંથી તસ્કરોએ હાથ માર્યો હતો. બી ડિવિઝન પોલીસ મથકમાં મીનાક્ષીબેને અજાણ્યા શખ્સો વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...