ક્રાઇમ:મુન્દ્રાના મહેશનગરમાં બંધ ઘરમાંથી 1.33 લાખના દર દાગીનાની તસ્કરી

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો મેઇન દરવાજુ તોડી રૂમમાં રહેલી તીજોરી ચાવીથી ખોલી લીધી

મુંદરાના મહેશ નગરમાં તસ્કરોઅે રહેણાક મકાનના તાળા તોડી રૂમમાં રહેલી ચાવીથી તીજોરી ખોલી તેમાંથી 1.33 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હતા. શહેરમાં કારનો કાચ તોડી અાઠ લાખ ભરેલો થેલો ચોરી જવાની ઘટનાને હજુ ગણતરીના દિવસો જ થયા છે ત્યારે બીજો ચોરીનો બનાવ મુન્દ્રા પોલીસ મથકે નોંધાયો હતો.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, મહેશનગરની રામરહીમ સોસાયટીમાં રહેતા કાસમભાઇ સીધીકભાઇ ખલીફા (ઉ.વ.55)અે નોંધાવેલી ફોજદારી મુજબ તેમના ઘરમાં કોઇ અજાણ્યા ઇસમ દરવાજાનો નકુચો તોડીને પ્રવેશ કર્યા હતા, બાદમા રૂમમાં રાખેલી તિજોરીની ચાવી વડે તેને ખોલી હતી,

જેમાંથી બે તોલા સોનાનું હાર કિંમત 80 હજાર, બે સોનાની નથડી કિંમત 2 હજાર, સોનાનું પેન્ડલ કિંમત 10 હજાર, પગમાં પહેરવાના ચાંદીના ઝાંજર કિંમત 12 હજાર, ચાંદીની લક્કી કિંમત 3 હજાર, સ્માર્ટ વોચ કિંમત 2500 તેમજ ચારેક હજાર રોકડા મળી કુલ 1,33,500 રૂપિયાની માલમતા ચોરી ગયા હતા. મુન્દ્રા પોલીસે ચોરીનો ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભુજ અને સામખિયાળીમાથી બાઇક ચોરાઇ
શહેરના જી.અાઇ.ડી.સી. વિસ્તારમાં અરીંહત કંપનીની બહાર ત્રણ દિવસ પૂર્વે બાઇક પાર્ક કર્યા બાદ માલિક ફીરોજભાઇ શેખ રાજકોટ ચાલ્યા ગયા હતા, અે દિવસે સાથી કર્મચારી ફોન કરી બાઇક શહેરમાં કામ-કાજ માટે લઇ ગયા હોવાની વાત કરી હતી બાદમાં બાઇક કંપની બહાર પાર્ક કરી હતી. સાંજે ફરી કર્મચારીનો ફોન અાવ્યો કે બાઇક કંપની બહાર મુકી હતી પણ દેખાતી નથી અને અાસપાસમાં તપાસ કરુ છું.

જો કે, બાઇક ન મળતા માલિકે બી ડિવિઝન પોલીસ મથકે સ્પલેન્ડર બાઇક કિંમત 20 હજારની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. તો અન્ય બનાવમાં ભચાઉ તાલુકાના સામખિયાળીના શાંતિનગર પ્લોટમાં રહેતા અસલમશા હબીબશા ફકીર તા.19/11 ના રોજ સાંજે તેમના મિત્ર ભાવેશ દરજીની દુકાનેથી તેનું બાઇક લઇ ભવાની પાન સેન્ટર પર પાન લેવા ગયા હતા.

બાઇકમાં જ ચાવી રાખી પાનનો ઓર્ડર આપી પાન બની ગયા બાદ તેઓ બાઇક તરફ વળ્યા ત્યારે એક શખ્સ તેમનું રૂ.20,000 ની કિંમતનું બાઇક હંકારી ભાગ્યો હતો. તેમણે મિત્ર ભાવેશને જાણ કરી સામખિયાળીમાં શોધખોળ કરી પરંતુ ક્યાંય પત્તો ન મળતાં આખરે આ બાબતે તેમણે સામખિયાળી પોલીસ મથકે વાહનચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...