તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યાયધીશના ઘરમાં ચોરી:નખત્રાણામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, 91 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોની પીગી બેંકમાં રહેલા નાણા પણ ના છોડ્યા

પશ્ચિમ કચ્છના નખત્રાણા ખાતેના મણિનગર જેવા પોશ એરિયામાંથી રૂ. 91 હજારના દર દાગીના સહિતની ચોરી થઈ હતી. આ ચોરીની ઘટના ખુદ અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આશિષકુમાર પટેલના રહેણાંક મકાનમાં બનવા પામી હતી. જે પોલીસ તંત્ર માટે પડકાર જનક ઘટના બની હોવાનું સામે આવ્યું હતું.

નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદી નીતાબેન આશિષકુમાર પટેલ નખત્રાણાના મણિનગરગત સ્થિત ડો. મધુસુદન શુક્લાના મકાનમાં રહે છે. ફરિયાદી તેમના પતિ અને બે બાળકો સાથે ગત તા. 8 મેંના રોજ સાસુ અને દેરાણીને કોરોના બીમારી લાગુ થતાં વતન ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામે ગયા હતા. જ્યાં ગઈ કાલ વતનમાં હતા ત્યારે કામવાળા બહેનનો ફોન આવ્યો હતો અને તેમણે ઘરના દરવાજાનું તાળું તૂટેલું હોવાનું જણાવ્યું હતું. ઘર અંદર જોવાનું કહેતા ઘરની અંદરનો માલ સામાન વેર વિખેર પડ્યો હોવાનું અને તિજોરી તથા લોકર તૂટેલા હોવાનું જણાવતા ચોરી થઈ હોવાનું જણાય આવતા અમો એજ દિવસે નખત્રાણા આવી ગયા હતા . મકાનના દરવાજાનું તાળું તોડી ઘરમાં રહેલી તિજોરી અને લોકર તોડી તસ્કરો સોનાના પેન્ડલ 3, સોનાની નથણી 2, સોનાની વીંટી 1, ચાંદીની મૂર્તિઓ 3, ચાંદીનો મુખવાસ સેટ જેની કિંમત રૂ. 85 હજાર અને બાળકોની પીગી બેન્કમાંથી રૂ. 6 હજારની રોકડ મળી કુલ રૂ. 91 હજારના દર દાગીના સહિતની ચોરી થયાનું પોલીસ મથકે ફરિયાદમાં લખાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...