ચોરી:નિરોણામાં મંદિરની બારી તોડી તસ્કરો ચાંદીના પાંચ છતર અને દાનપેટીમાંથી રોકડ ઉઠાવી ગયા

નિરોણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસ્કરીનો ભોગ બનેલું મંદિર - Divya Bhaskar
તસ્કરીનો ભોગ બનેલું મંદિર

પાવરપટ્ટી વિસ્તારના મુખ્ય મથક નિરોણા ગામે તળાવવાસમાં આવેલા જોગેશ્વર મંદિરને તસ્કરોએ અભડાવ્યું હતું મંદિરની બારી તોડી અંદરથી ચાંદીના 5 છતર કિંમત 4 હજાર અને દાનપેટીમાંથી રૂપિયા 200 અને એક તાબાના લોટા સહિત 43 હજારનો મુદામાલ ચોરી જતાં નિરોણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.

મંદિરના પુજારી ગોપાલપુરી ખીમપુરીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ સોમવારની રાત્રે દરમિયાન બન્યો હતો. ગામાં તળાવવાસમાં આવેલા જોગેશ્વરના મંદિરના ગર્ભગૃહની બારીને તોડીને કોઇ અજાણ્યા શખ્સો અંદર પ્રવેશ્યા હતા.

મંદિરમાંથી ચાંદીના 5 છતર કિંમત રૂપિયા 4 હજાર, દાનપેટીમાં રહેલું અંદાજીત રૂપિયા 200નું પરચુરણ અને તાબાંના એક લોટા સહિત 43 હજારનો મુદામાલ ચોરી કરી ગયા હતા. નિરોણા પોલિસ સ્ટેશનના પીએસઓ ખેતાજી સોઢાએ બનાવની નોંધ લઇ આગળની તપાસ ઇન્ચાર્જ પીએસઆઇ વી.આર. ઉલવાએ હાથ ધરી છે.

ઘડુલી-વિરાણી રોડ પર 38 હજારના કેબલની ચોરી
લખપત તાલુકાના ઘડુલી વિરાણી રોડ પર આવેલી કંપનીના યાર્ડમાંથી કોઇ અજાણ્યા શખ્સો રૂપિયા 38 હજારના કેબલની ચોરી કરી જતાં દયાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ અબડાસા તાલુકાના આરીખાણા ગામે રહેતા અને ઘડુલી વિરાણી રોડ પર આવેલી સેનીયોન કંપનીના યાર્ડમાં પ્રાઇવેટ સિક્યુરીટીના ઓફિસર તરીકે ફરજ બજાવતા નારૂભા હરીસંગજી જાડેજાની ફરિયાદને ટાંકીને દયાપર પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ ગત જુલાઇ મહિનાથી આજ રોજ સવાર દરમિયાન બન્યો હતો. કોઇ અજાણ્યા શખ્સોએ કંપનીના યાર્ડમાં રહેલા કોપર વાયરના 6 બંડલ અને દસ મીટર જેટલો માલની ચોરી કરી ગયા હતા. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...