ચોરી:ગાંધીધામના આહીરવાસમાં એક સાથે ચાર દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 42. 500ની મત્તાની લઇ ફરાર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનના છત પરથી ઘૂસેલા તસ્કરો ચાંદીના સિક્કા સહિતની સામગ્રી ચોરી કરી ગયા

પૂર્વ કચ્છના ગાંધીધામ શહેર ખાતે આવેલા આહીરવાસની ચાર દુકાનોમાંથી ગત રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ ખાતર પાડી રૂ. 42 હજાર 500ની કિંમતની ચોરીને અંજામ આપી પલાયન થઈ જતા શહેર એ ડિવિઝન મથકે દુકાનદારોએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સામુહિક ચોરીનો ભેદ ઉકેલવા આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, વ્યાપારી શંકુલમાં વારંવાર બનતી ચોરીની ઘટનાથી વેપારી આલમમાં ચિંતા ફેલાઈ છે.

શહેરના આહીરવાસ ગેટની બાજુમાં આવેલી સ્મિત પ્લાયવુડની દુકાનનું ઉપરની છતનું પતરું તોડી દુકાન અંદરથી રૂ. 8 હજાર રોકડા અને રૂ. 4 હજારની કિંમતના ચાંદીના 8 સિક્કા, રાકેશ પ્લાયવુડમાંથી રૂ. 25 હજારની રોકડ, રવેચી પ્લાયવુડમાંથી રૂ. 2500ની રોકડ અને આશિષ ટ્રેડર્સમાંથી રૂ. 3 હજારની રોકડ રકમ મળી કુલ રૂ. 42 હજાર 500ની રોકડ સહિતના માલમતાની સામુહિક ચોરી કરી જતા દુકાનદારોએ શહેર એ ડિવિઝન મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા આગળની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...