ક્રાઇમ:નલિયામાં તસ્કરોએ ચૂંટણીના બંદોબસ્તનો લાભ લીધો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાની હોટેલનુ તાળુ તોડી 1500ની રોકડ ચોરી ગયા

ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાને કારણે મોટાભાગનો પોલીસ સ્ટાફ ચૂંટણીમાં રોકાયેલો હોવાથી નલિયાના ઘોડા સર્કલ પાસે તસ્કરો ચાની હોટેલમાં હાથફેરો કરી ગયા હતા. દુકાનનુ તાળુ તોડી અંદર રહેલી 1500 રૂપિયા રોકડ ચોરી જતા માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.

નલિયાના ઘોડા સર્કલ પાસે અાવેલી ચાની હોટેલ પર રવિવારે સવારે માલિક પ્રવીણસીંહ જાડેજા પહોંચ્યા ત્યારે તાળુ તુટેલી હાલતમાં જોવા મળ્યું હતું. હોટેલની અંદર જોયુ તો વકરાની પેટીમાં રાખેલા 1500 રૂપિયા રોકડ ઉઠાવી ગયા હતા. હોટેલ માલીકે નલિયા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. નોંધનીય છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાને કારણે પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં રોકાયેલો હોવાથી તસ્કરોઅે તેનો લાભ લઇ ચાની હોટેલમાં હાથફેરો કરી રોકડ ચોરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...