તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:તસ્કરોનો તરખાટ જારી, પખવાડિયામાં 6 સ્થળે ચોરીની ઘટનાથી ચકચાર

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ-પશ્ચિમ કચ્છમાં છેલ્લા પાંખવાડિયાથી તસ્કરોએ તરખરાટ જારી પશ્ચિમ કચ્છ ભુજના અરહિત નગર, નર્સિંહમહેતા નગરમાં લાખોની ચોરી, એરપોર્ટ રોડ પર આર્મીના કોન્ટ્રાક્ટરના ઘરમાં સરસામાનની ચોરી બાદ તાલુકાના લાખોદ પાસે આવેલા એક શોપિંગ મોલમાં 4 દુકાનોમાં ત્રાટકીને રેડીમેડગાર્મેન તેમજ રોકડ રૂપિયા સહિતનો મુદામાલ ચોરી જવાયો છે. તો, પૂર્વ કચ્છના અંજારના સિનોગ્રાની વાડીમાં ડીઝલ બેટરી સહિત 21 હજારની ચોરી, તો, રાપરના લખપત રેલ્વે પાટા પાસેથી 38 હજારના લોખંડના એંગલો તસ્કરો ચોરી ગયા હતા. આમ એક પખવાડીમાં ઉપરાછપરી ચોરીના 6 બનાવો બનતાં ચકચાર મચી જવા પામી છે.

લખપત રેલ્વે સ્ટેશન પાસેથી 38 હજારના એંગલ ચોરનાર 4 જબ્બે
રાપરના લખપત રેલ્વે સ્ટેશન નજીક આવેલા ફાટક પાસેથી રેલ્વેના પાટાના રૂ.38,000 ની કિંમતના 7 એન્ગલ ચોરી થયા હોવાની ફરિયાદ ગઇકાલે નોંધાયા બાદ આડેસર પોલીસે બાંભણસર પાસેથી 4 આરોપીઓને ચોરેલા મુદ્દામાલ સાથે પકડી લઇ આ ચોરીનો ભેદ માત્ર એક દિવસમાં ઉકેલી લીધો હતો.

રેલ્વેના પાટાનું રિપેરીંગનું કામ કરતી આર્યા એન્જિનિયરિંગના સાઇડ સુપરવાઇઝર હરેશસિંહ જશવંતસિંહ રાઠોડે ગઇકાલે ફરિયાદ નોંધાવી હતી કે, લખપત રેલ્વે સ્ટેશન નજીક આવેલા ફાટક નંબર 151 પાસે તેમની ક઼પની દ્વારા રાખવામાં આવેલા લોખંડના એન્ગલોમાંથી રૂ.38,000 ની કિંમતના 7 એન્ગલો કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા છે. આ ફરિયાદ નોંધાયા બાદ તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ ચોરીને અંજામ આપનાર બાંભણસર ગામના ફારૂક નૂરમામદ સમેજા અને મોહસિન હારૂન સમેજા હાલ બા઼ભણસર હાજર છે.

આ બાતમીના આધારે આડેસર પોલીસે વોચ ગોઠવી આ બન્ને તેમજ આ જ ગામનો હાલે આડેસર રહેતા અલ્તાફ આમદ સમેજા તેમજ આડેસરના ઇશ્વરભાઇ છગનભાઇ લુહારને ચોરીમાં ગયેલા રૂ.38,000 ની કિંમતના 7 એન્ગલ સાથે પકડી લઇ ચોરીમાં ઉપયોગમાં લીધેલી રિક્ષા સહિત કુલ રૂ.88,000 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

લાખોંદ પાસેના કોમ્પલેક્ષની ચાર દુકાનના તાળા તૂટ્યા : 30,800ની ચોરી
લાખોંદ ચાર રસ્તા પાસે બીએમસીબી કોલોનીની બહાર આવેાલ ગુરૂકૃપા કોમ્પલેક્ષમાં આવેલા શોપિંગ મોલમાં કે.ડી. સુપર માર્કેટ સહિત ચાર દુકાનોમાં પાછળના ભાગે વેન્ટીલેશનની બારીમાંથી રવિવારે રાત્રે તસ્કરોએ પ્રવેશ કરીને શોપિંગ મોલમાં દિપકભાઇ જયંતીભાઇ પટેલની દુકાનના કાઉન્ટરમાંથી રૂપિયા 200નું પરચુરણ અને કોસ્ટમેટીક, ચા ના પેકેટો જેવી 1,500ની ચીજ વસ્તુઓની ચોરી કરી હતી. જ્યારે બીજી જાનવી કલેકશન નામની શાંતિલાલ પ્રભુદાસ પટેલની દુકાનમાંથી રોકડ રૂપિયા 1,500 તેમજ 5 બેગ અને તેમજ જીન્સ પેન્ટ ટી-શર્ટ સહિત 4,50નો મુદામાલની તેમજ શૈલેષભાઇ રામજીભાઇ સુથારની રોનક મેન્સવેર નામની દુકાનમાંથી રોકડ રૂપિયા 17,600 તેમજ એક હજારના શર્ટ પેન્ટ તેયાર અને કાપડની ચોરી કરી ગયા હ તા. તો, જીતેન્દ્રભાઇ રામજીભાઇ સુથારની કઁપા ટેલીકોમ નામની દુકાનમાંથી રૂપિયા 5 હજાર રોકડા અને 1,500ની કિંમતના ટી-શર્ટ પેન્ટ મળીને 6,500ના મુદામાલની ચોરી કરી ગયા હતા. તસ્કરો સીસીટીવી કેમેરાના સીડીઆરનો વાયર કાપી ગયા હતા. પરંતુ ચાર પૈકી એક દુકાનના સીસીટીવી કેમેરામાં બે યુવકો બુધાનીધારી દખાયા છે. પધ્ધર પોલીસે દિપકભાઇ પટેલની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અંજારના સિનુગ્રાની વાડી માંથી 21 હજારનો મુદ્દામાલ ચોરાયો
ખેડોઈ ગામે રહેતા દિલીપકુમાર હિંમતલાલ પાટીદારની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 4/9ના રાત્રે કોઈપણ સમયે ફરિયાદીની સિનુગ્રા ગામે આવેલી પ્રગતિ ફાર્મર્સમાં કોઈ અજાણ્યા ચોર ઈસમોએ રૂ. 5 હજારના વજન કાંટા, રૂ. 2 હજારના એલ્યુમિનિયમના તપેલા તથા તાલપત્રી, રૂ. 4500નો ટ્રેક્ટરમાં રહેલો 50 લીટર ડીઝલ તથા રૂ. 10 હજારની 2 ટ્રેક્ટરો માંથી બેટરી સહિત કુલ રૂ. 21,500ના મુદ્દામાલની ચોરી કરી લેતા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...