હાલાકી:લર્નિંગ લાયસન્સ માટે ITIમાં સ્લોટ ખાલી, પોલીટેક્નિકમાં લાંબુ વેઇટિંગ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અેપોઇન્ટમેન્ટ સ્લોટની ક્ષમતા 10 ગણી હોવાથી એક જ દિવસે તારીખ મળી જાય

વાહન ચલાવવા માટે લાયસન્સ મેળવવા માટે કોમ્પ્યુટર પરીક્ષા અાપી લર્નિંગ (કાચુ) લાયસન્સ મેળવવુ પડે છે જેની કામગીરી અારટીઅો નહીં પણ અાઇ.ટી.અાઇ. અને પોલીટેક્નિક કોલેજમાં કરવામાં અાવે છે. હાલમાં પોલીટેક્નિક કોલેજમાં અેપોઇન્ટમેન્ટ સ્લોટની ક્ષમતા અોછી હોવાથી 15થી 20 દિવસનુ વેઇટિંગ છે જ્યારે અાઇ.ટી.અાઇ.ની સ્લોટ મર્યાદા દસ ગણી હોવાથી સેમ-ડે અરજદારોને તારીખ મળી જાય છે.

લર્નિંગ લાયસન્સ મેળવવા માટે અરજદારે તમામ ડોક્યુમેન્ટ સાથે અાઇ.ટી.અાઇ.માં અરજી કરવાની હોય છે તો અમુક અરજદારો પોલીટેક્નિક કોલેજમાં પણ અરજી કરી અેપોઇન્ટમેન્ટ મેળવતા હોય છે. અાઇ.ટી.અાઇ.ના અેપોઇન્ટમેન્ટ સ્લોટની ક્ષમતા 98ની છે જયારે પોલીટેક્નિક કોલેજની ક્ષમતા 28 અરજીની છે. સ્લોટ મર્યાદા અોછી હોવાને કારણે પોલીટેક્નિક કોલેજમાં 20 દિવસનું વેઇટિંગ છે જયારે ભુજ અાઇ.ટી.અાઇ.માં અરજદારને બીજા દિવસની જ અેપોઇન્ટમેન્ટ મળી જાય છે.

છેલ્લા 10 દિ’નું પરિણામ 60 ટકા અાસપાસ
પહેલી સપ્ટેમ્બરથી 12 તારીખ સુધી ભુજ અાઇ.ટી.અાઇ.માં 145 અરજદારોઅે અેપોઇન્ટમેન્ટ લીધી હતી જેમાંથી 39 અરજદારો નાપાસ થયા હતા તો પોલીટેક્નિક કોલેજમાં 191 અરજદારોઅે પરીક્ષા અાપી હતી જેમાંથી 49 અરજદારો નાપાસ થયા હતા. અામ, બંને સંકુલમાં અેપોઇન્ટમેન્ટ સ્લોટની ક્ષમતા વચ્ચે ફેરફાર હોવા છતાંય પરીણામની ટકાવારી સમકક્ષ છે.

અન્ય સમાચારો પણ છે...