જખૌ ડ્રગ્સકાંડ:આજે છ પાકિસ્તાની ઘુસણખોરોને રિમાન્ડ માંગણી સાથે ભુજ અદાલતમાં રજુ કરાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી - Divya Bhaskar
6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી
  • કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ બતાવાઇ : 50 હજારની લાલચે ડ્રગ્સની ખેપ મારવા આવ્યા

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે જખૌ નજીક દરિયામાં આઈ.એમ.બી. એલ પાસેથી ૪૦૦ કરોડના હેરોઇન સાથે પકડેલા છ પાકિસ્તાની ઘુસણખોરોનું કોરોનાનો ટેસ્ટ કરાવાયો હતો, બાદમાં મંગળવારે તેમની અટક બતાવાય છે. આજે બુધવારે તેમને રિમાન્ડની માંગણી સાથે ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં આ છ પાકિસ્તાનની પ્રથમ વખત દરિયામાં ઘુસણખોરી કરવા આવ્યા હતા અને પૈસાની લાલચના લીધે ડ્રગ્સ માફિયાઓ તેમને આ જથ્થો ડિલિવરી કરવા મોકલ્યા હતા.

પ્રાથમિક તપાસમાં આ છ લોકો ગરીબ છે અને મજબૂરીમાં ડ્રગ્સ આપવા માટે દરિયામાં પહોંચી આવ્યા હતા. ૪૦૦ કરોડના ૭૭ કિલો ગ્રામ ડ્રગ્સ પહોંચાડવા માટે તેમને માથાદીઠ 50000 એટલે કે ત્રણ લાખ રૂપિયા આપવાનો વાયદો થયો હતો. ૪૦૦ કરોડનો જથ્થો ડીલીવરી કરવા માટે તેમને ત્રણ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જોકે પાકિસ્તાનના 50000 એટલે ભારતના 25000 રૂપિયા થાય, આમ ભારતના રૂપિયા લેખવા જઈએ તો કુલ દોઢ લાખ રૂપિયામાં પોતાનું જીવ જોખમમાં મુકી ૪૦૦ કરોડ રૂપિયાનો જથ્થો ડિલિવરી આપવા માટે પહોંચ્યા હતા.

પાકિસ્તાનમાં હાલ મોંઘવારી આસમાને છે અને ગરીબી વધી રહી છે. પાકિસ્તાનના તમામ પ્રાંતમાં સરકાર વિરુદ્ધ દરરોજ રેલીઓ નીકળે છે. કચ્છની સામેપાર જોઈએ તો દરરોજ સરકાર વિરુદ્ધ અનેક રેલીઓ થઈ છે. 400 કરોડનું હેરોઈન માત્ર પચાસ હજાર રૂપિયાની લાલચે પોતાનો જીવ જોખમમાં નાખી ડીલીવરી કરવા પહોંચી આવ્યા છે, પાકિસ્તાનીઓની મજબૂરીનો ફાયદો ડ્રગ માફિયા ઉઠાવી રહ્યા છે.

મજબૂરી અને ગરીબીને જોઈએ તો ડ્રગ માફિયાઓ હજુ ડ્રગની ખેપ મારશે તે વાત નકારી શકાય નહીં. લોકો પાસે કમાવવાનું કોઈ સ્કોપ નથી જેથી ગેર પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય તેવી શક્યતાઓ વધી છે. છ લોકોમાં એક વૃદ્ધ છે જે સરખી રીતે ચાલી પણ શકતો નથી દરિયાઇ વિસતારોનો અનુભવ અને ભૂખમરાની મજબૂરીએ તેને વૃદ્ધાવસ્થામાં પણ થોડાક પૈસા મળશે એ લાલચમાં ડ્રગ્સની ખેપ મારવા નીકળ્યો અને પકડાઈ પણ ગયો.

અન્ય સમાચારો પણ છે...