કોરોના અપડેટ:છ મહિના બાદ કચ્છમા કોરોનાના સામટા સાત કેસ નોંધાતા ફફડાટ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એરફોર્સના જવાન સહિત વેકસીન લેવા આવેલો યુવક પણ ઝપેટમાં
  • ભુજ અને ગાંધીધામમાં લોકલ સંક્રમણના સામે આવ્યા કેસ

કચ્છમાંથી હજી સુધી કોરોના મહામારીએ વિદાય લીધી નથી ત્યારે ભુજમાં 3 અને ગાંધીધામમાં 4 કેસ નોંધાતા ફરી લોકોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.જિલ્લામાં છેલ્લે છ માસ પૂર્વે 18-6 ના રોજ કચ્છમાં કોરોનાના સામટા 7 કેસ નોંધાયા હતા.ભુજ શહેરમાં 2 અને તાલુકામાં 1 કેસ નોંધાયો છે.જેમાં શહેરમાં એરફોર્સના 2 જવાનોને કોવિડનું સંક્રમણ લાગ્યું હોવાનું સામે આવ્યું છે તો તાલુકાના સામત્રા ગામે તાજેતરમાં કોવિડ પોઝીટીવ આવેલા યુવકની બહેનને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે.

ગાંધીધામ શહેરમાં ખાનગી કંપનીમાં નોકરીએ જોડાતાં પૂર્વે સુરત અને યુપીના બે શ્રમિકોએ ટેસ્ટ કરાવ્યાં હતા, જેમાં બંનેના રીપોર્ટ પોઝીટીવ આવ્યાં છે તો શહેરના ઝંડા ચોકમાં વેક્સિન મૂકાવવા આવેલા યુવકને ખાંસતો જોઈ આરોગ્ય તંત્રની ટીમે યુવકનો ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવ્યો છે. જ્યારે, તાલુકાના મીઠીરોહરમાં ચીકનગુનિયા અને ડેંગ્યુથી પીડાતી મહિલા દર્દીનો તબીબે અન્ય ટેસ્ટની સાથે આરટી પીસીઆર ટેસ્ટ કરાવતાં તેનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.જેથી તમામ દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.તમામ કેસ લોકલ કોમ્યુનિટી ટ્રાન્સમિશનનાં અને ડેલ્ટા વેરીએન્ટના હોવાનું જાણવા મળ્યું છે.

માંડવીના છ દર્દીઓને રજા અપાઈ,એક્ટિવ કેસ 16
માંડવીના સંક્રમિત છ દર્દીઓ સાજા થઈ જતા આરોગ્ય વિભાગ દ્વારા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.જેમાં નવા સાત દર્દીનો આંક ચોપડે ઉમેરાતાં એક્ટિવ કેસનો આંકડો 16 રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...