તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કચ્છમાં એક સાથે 40 તલાટીની બદલી

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 31 ટકા ઘટ હોઇ દરેક તાલુકામાં સંતુલન જાળવવા પ્રયાસ

કચ્છમાં જિલ્લાના દસેદસ તાલુકામાંથી કુલ 40 તલાટીઓની બદલીના હુકમ થયા છે. જેની પાછળ આખા જિલ્લામાં 31 ટકા તલાટીઓની ઘટ હોઈ દરેક તાલુકામાં સંતુલન જાળવવા પ્રયાસ કરાયાનું ચર્ચાઈ રહ્યું છે. બુધવારે કરાયેલા કાર્યાલય આદેશમાં જણાવાયું છે કે, કચ્છ જિલ્લા પંચાયતના જાહેર હિતમાં અને વહીવટી કારણોસર તલાટી સહ મંત્રી વર્ગ -3 સંવર્ગના કર્મચારીની બદલીના આદેશ કરાયા છે. જેમણે બદલીની માંગણી કરી હતી એમને વાટ-ચાલના ભથ્થા મળવાપાત્ર રહેશે નહીં.

દરેક તાલુકામાં સરખી ઘટ જાળવવા કોશિષ
જિલ્લામાં તલાટીઓની 31 ટકા ઘટ છે. પરંતુ, કેટલાક તાલુકામાં અન્ય તાલુકા કરતા તલાટીઓની ઘટ વધુ હતી, જેથી દસેદસ તાલુકામાં 31 ટકા ઘટ જાળવવા પ્રયાસ કરાયો છે. જે જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલ રમેશ કારા અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માનો આવકાર્ય અને સારો નિર્ણય ગણાવી શકાય. સિવાય કે, વગદાર રાજકારણીઓ પોતાના લાગતાવળગતાને એમની ઈચ્છીત જગ્યાએ ગોઠવવા દબાણ ન કરે તો.

શિક્ષકોમાં પણ આવું પગલું ક્યારે
પ્રાથમિક શિક્ષકોમાં પણ એવી જ સ્થિતિ છે. કોઈક તાલુકામાં ઘ છે અને કોઈક તાલુકામાં વધ છે. કોઈક શાળામાં મહેકમ કરતા વધુ શિક્ષકો છે. કોઈક શાળામાં મહેકમ કરતા ઓછા શિક્ષકો છે. શિક્ષકો ઉપર ભારણ ન થાય એટલે વર્ગ અને વિદ્યાર્થીઓ વધુ બતાવવાની પણ રમત રમાતી હોય છે. એમાંય વગદાર રાજકારણીઓ પોતાના લાગતાવળગતાને એમની ઈચ્છીત જગ્યા ગોઠવી દે છે. ખાસ કરી દૂર દૂરના ગામડાને બદલે ભુજ શહેરની નજીકના ગામડાની શાળામાં ગોઠવાઈ જતા હોય છે.

સામાન્ય સભામાં વિપક્ષની માગણીનો પડઘો
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષે તલાટીઓની ઘટનો મુદ્દો છેડ્યો હતો, જેમાં ખાસ કરી અબડાસામાં તાલુકામાં ઘટ પુરવા માગણી કરાઈ હતી. જે બાદ અબડાસાને વધુ 6 તલાટીઓ મળ્યા છે.

કયા તાલુકામાં કેટલા આવ્યા અને ગયા

તાલુકોગયાઆવ્યા
ભુજ1214
માંડવી51
મુન્દ્રા31
અંજાર95
ગાંધીધામ22
ભચાઉ14
રાપર25
નખત્રાણા50
અબડાસા06
લખપત12
કુલ4040

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...