તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાહિત્ય સભા:લઘુકથા વિજેતાઓ-સભ્યોને વાર્તા વિહાર સાહિત્ય સભા ભુજ દ્વારા પુરસ્કૃત કરાયા

ભુજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક

વાર્તા વિહાર સાહિત્ય સભા દ્વારા લઘુકથાના વિજેતાઓ અને સભ્યોને પ્રમુખ પુષ્પાબેન વૈદ્યના અધ્યક્ષસ્થાને છઠીબારી મહિલા મંડળ મધ્યે સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. અતિથિ વિશેષ એડવોકેટ શંકરભાઈ સચદે, મુખ્ય મહેમાન અને જાણીતા લઘુકથાકાર હરીશભાઈ મહુઆકર અને વાર્તા વિહારના પ્રમુખ રમીલાબેન મહેતાએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકયો. પ્રથમ વિજેતા જગદીશ જાની, દ્વિતિય વિજેતા ખુશાલી ઠક્કર અને તૃતીય વિજેતા ચારવી ભટ્ટને વિવિધ રીતે પુરસ્કૃત કરાયા હતા.

અન્યોને રમીલાબેન મહેતાનું પુસ્તક ‘પ્રતિબિંબ’ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. અરુણા ઠક્કર અને વાર્તા વિહારના પ્રમુખના કાર્યકાળ દરમિયાન પ્રાપ્ત સિધ્ધિ બદલ વિશેષ સન્માન કરાયું હતું. બિંદિયાબેન, કમલાબેન ઠક્કર, મોના લિયા, પૂર્વી બાબરિયા, પ્રતિમા સોનપાર, પૂજન જાની, નિતીન ઠક્કર, પ્રવિર ધોળકીયા, દીના ભૂડીયા, ધરતી શર્મા, ઝવેરીલાલ સોનેજી, લાલજી મેવાડા, નિશા મહેતા, પદ્મા મોટવાની, જાગૃતિ વકીલ, પલવી શેઠ વિગેરે સાહિત્ય રસિકોનુ સ્વાગત કરાયું હતું. સંચાલન કાજલ ઠક્કર અને આભાર દર્શન મંત્રી રૂપલબેન મહેતાએ કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો