તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વિશ્વ યોગ દિવસે શિવ તાંડવ ભાવ વિરેચન મનોપચ્ચારનો પ્રારંભ થશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નકારાત્મકતાને નાબુદ કરી સકારાત્મકતા ઉજાગર થશે

અાંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે માધાપરના અોમ ફાઉન્ડેશન દ્વારા ડમરૂ પ્રોજેક્ટ હેઠળ શિવ તાંડવ ભાવ વિરેચન મનોપચાર (શિવ કૈથાર્સિસ) તાલીમનો પ્રારંભ થશે. તા તાલીમથી લોકોના મનમાં ભય, ચિંતા, દુ:ખ, હતાશા, ક્રોધ, કુંઠા જેવી નકારાત્મક લાગણીઅોને નાશ કરી સકારાત્મક લાગણીઅોનું સર્જન થશે.

અોમ ફાઉન્ડેશનના પ્રમુખ મનોચિકિત્સક ડો. દેવજ્યોતિ શર્માઅે કોરોના મહામારી દરમિયાન માનસિક તણાવ નિયંત્રણ કરી અાત્મહત્યાના વિચારોથી મુક્તિ માટે યોગ સાયકોથેરાપીના મનોવૈજ્ઞાનિક ઉપાયો દ્વારા ઇશ્વર ઉપર વિશ્વાસ રાખવા, પોતાના ધર્મ અનુસરન કરી પ્રાર્થના, ઇબાદત, પુજા પાઠ કરી વ્યક્તિગત ચેતના અને યજ્ઞ અાયોજીત કરી સામુહિક ચેતના જાગૃતિ લાવવા લોકોને અપીલ કરી છે.

લોકોમાં સામુહિક ચેતના જાગૃતિ લાવવા અાધિ વ્યાધિ નિવારણ શિવયંત્રના પ્રાણપ્રતિષ્ડા સાથે ોક કલ્યાણ માટે યજ્ઞનું અાયોજન તે શિવાય જાયન્ટસ ગ્રુપ અોફ ભુજ અને અોમ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે દિલ્હીની દર્શન શંકર ફાઉન્ડશન અને અન્ય સંસ્થાઅોના સભ્યોને સાત દિવસીય લાફ સિકલ્સ ડાયનેમિક મેડિટેશન ગેટકીપર ટ્ેરનિંગ ફોર સુસાઇડ પ્રિવેશનના તાલીમ અાપવામાં અાવશે. જેમાં મોહિન્વર પાલ, જયસિંહ પરમાર, પ્રદિપ જોશી, ડો. મધુકર અાચાર્ય, શાંતિલાલ પટેલ, હેમંત ઠક્કર, ડો રામ ગઢવી, રમેશ ભદ્રુ, દિપક મકવાણનો સહયોગ સાપડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...