તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:શીતળા સાતમે હમીરસર કાંઠે મેળા જેવો માહોલ સર્જાયો

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ શહેરમાં પરંપરાગત રીતે સાતમ-આઠમના મેળો યોજાતો હોય છે પણ સતત બીજા વર્ષે કોરોનાના કારણે પાલિકા દ્વારા ‘સતાવાર’ મેળો આયોજીત કરાયો નથી જોકે શીતળા સાતમના દિવસે ભુજમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો માતાજીના મંદિરમાં સવારથી જ ભક્તો ઉમટયા હતા તો મંદિર બહાર રમકડાં,પ્રસાદીના ધંધાર્થીઓને ત્યાં ઘરાકી જોવા મળી હતી.

ઓલ્ફ્રેડથી સ્વામિનારાયણ મંદિર સુધી લોકોના આવાગમન અને દર્શનાર્થીઓની ચહલ પહલથી મીની મેળા જેવો માહોલ જામ્યો હતો આ તરફ કૃષ્ણના વાઘા,સિંહાસન, મુગટ-હાર ખરીદવા માટે પણ શહેરીજનો ઉત્સુક જણાયા હતા. તો સાંજના સમયે હમીરસર કાંઠે શહેરીજનો ઉમટી પડતા સ્વયંભૂ મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...