પશ્ચિમ કચ્છના નખત્રાણા ભૂજ વચ્ચે દેશલપર માર્ગ પર આજે બપોરે 4 વાગ્યા દરમ્યાન એસટી બસ અને જીપકાર વચ્ચે સામસામી ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો જેમાં જીપમાં સવાર 7 જેટલા લોકોને ઇજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જોરદાર અકસ્માત સર્જ્યા બાદ એસટીનો ડ્રાઈવર બસ મૂકીને નાસી ગયો હતો.
બનાવની મળતી વિગતો મુજબ જીપ ન. જીજે12 ઇઇ 2493 નખત્રાણા થીં ભુજ તરફ આગળ જઈ રહી હતી ત્યારે દેશલપર નજીક કૃષ્ણનગર (અમદાવાદ) નલિયા રૂટની એસટી બસ ન. જીજે18 ઝેડ 5079 સાથે ટકરાઈ ગઈ હતી. અકસ્માતના પગલે બન્ને તરફ ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. જ્યારે જીપમાં સવાર 7 જેટલા લોકોને પસાર થતી જેસીબી મશીન વડે બહાર નીકાળી લોકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. સામત્રા ઓપીના પોલીસ જમાદાર અશોક પટેલ અને માનકુવા પોલીસ મથકના પીઆઇ તથા પીએસઆઇ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યાની સાથે ઘાયલોને 108 મારફત દવાખાને ખસેડવા મદદરૂપ બન્યા હોવાનું ચેતનભાઈ માવણીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.