પેરોલ:પાલારા જેલના સાત કેદીને દિવાળી વેકેશનની ‘રજા' મળી

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરિવાર સાથે તહેવાર ઉજવી શકાય એ માટે બંદીવાનોને પેરોલ પર મુક્ત કરાયા

ભુજની ખાસ પાલારા જેલમાં સજા કાપતા બંદીવાનો પોતાના પરિવાર સાથે રહીને દીપોત્સવી પર્વની ઉજવણી કરી શકે તેવા શુભ આશય સાથે 7 કેદીઓને પેરોલ પર રજા આપવામાં આવી છે.

જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીઓ પોતાના પરિવારજનો સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરી શકે એ માટે સરકારે બંદીવાનોને પેરોલ પર મુક્ત કરવા માટે લીલીઝંડી આપી છે.60 વર્ષથી વધુની ઉંમરના અને મહિલા કેદીઓને 15 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવાનો નિર્ણય જેલ સુધારણા કદમના ભાગરૂપે લેવામાં આવ્યો છે ત્યારે ભુજમાં આવેલી પાલારા ખાસ જેલમાં પણ પાકા કામના 7 કેદીઓને પેરોલ પર મુકત કરવામાં આવ્યા છે.

જેલ સુપ્રિટેન્ડન્ટ રાજેન્દ્ર રાવે જણાવ્યું કે,પાકા કામના કેદી તરીકે સજા કાપતા કુલ 7 બંદીવાનોને 15 દિવસના પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે દિવાળી પર્વની તહેવાર સાથે ઉજવણી કરી શકાય એ માટે તેઓને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે,પાલારા જેલમાં જેલ સુધારણા કદમ અંતર્ગત વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...