• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Service Bridge Held In Moti Khombhadi, Mundra, Rapar, Jakhau, 6 Beneficiaries In Moti Khombhadi Were Given Residential Plot Charters

કાર્યક્રમ:મોટી ખોંભડી, મુન્દ્રા, રાપર, જખૌમાં સેવા સેતુ યોજાયા, મોટી ખોંભડીમાં 6 લાભાર્થીને રહેણાકના પ્લોટની સનદ અપાઇ

કાર્યક્રમ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોટી ખોંભડી ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં 6 લાભાર્થીને રહેણાકના પ્લોટની સનદ અપાઇ હતી. આ તકે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવાે જણાવાયું હતું.અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના મુખ્ય અતિથિ પદે યોજાયેલા કાર્યક્રમમાં રાશનકાર્ડ ધરાવતા ન હોય તેવા 22 લાભાર્થીને રાશન કીટ, 5 દિવ્યાંગને એસટીના પાસ આપવામા આવ્યા હતા.

તા. પં.ના પ્રમુખ જયસુખ પટેલ, સંધ્યાબેન પલણ, દિલિપ નરસિંઘાણી, મામલતદાર વી. કે. સોલંકી, ટીડીઓ વિનોદ જોશી સહિતના અગ્રણીઓએ સરકારી યોજનાઓનો લાભ લેવા હાકલ કરી હતી. સરપંચ દિલિપસિંહ જાડેજા, ઇલિયાસ પીંજારા સહિતના આગેવાનો અને 1375 જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાપરમાં 199 અરજીનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો, લોકોને સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરાયા
રાપરમાં નગર પાલિકા ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં આવેલી તમામ 199 અરજીનો સ્થળ પર નિકાલ કરવામા આવ્યો હતો. આ તકે લોકોને વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા.
ચીફ ઓફિસર મયુર વી.જોષીના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમની શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોનીએ રૂપરેખા આપી હતી.રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવવામાં આવ્યા હતા. 199 અરજીનુંરજીસ્ટ્રેશન થતા સંબંધિત વિભાગોએ નિકાલ કર્યો હતો. મામલતદાર, હઠુભા રાણાજી સોઢા, મુરજી પરમાર, દિનેશ કારોત્રા, વાલજી વાવીયા, રામજી પીરાણા,નિલેશ માલી,ઉમેશ સોની, દિનેશ સોલંકી,મહેશ સુથાર,નવઘણ કડ,હેતુભા રાઠોડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કુકડાઉમાં ST બસ આવતી ન હોવાથી લોકોને હાલાકી
જખૌમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં કુકડાઉ ગામમાં એસટી બસ આવતી ન હોવાથી મુશ્કેલી પેદા થાય છે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ પણ ઉઠાવાયા હતા.
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના મુખ્ય અતિથિ પદે યોજાયેલા કાર્યક્રમમાં કુકડાઉના ગ્રામજનોએ એસટી બસ આવતી ન હોવાથી હાલાકી ભોગવવી પડે છે તેવી રજૂઆત કરતા ધારાસભ્ય દ્વારા તાત્કાલિક ધોરણે બસ ચાલુ કરાવવા એસટીના અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. મામલતદાર એન. એલ. ડામોર,તાલુકા વિકાસ અધિકારી ભચુભાઈ મહેશ્વરી, તાલુકા હેલ્થ ઓફિસર ડો સિંહા, સરપંચ લાખાજી પાંચુભા અબડા, મહાવીર સિંહ જાડેજા, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા, ઇબ્રાહિમ વાઘેર વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...