તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:જી.કેમાં 100 ફ્લોરેન્સ નાઇટેંગલ કોરોનાના દર્દીઓની સારવારમાં સેવાપ્રવૃત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12મી મે વિશ્વ નર્સિંગ-ડે નિમિત્તે નર્સ ભાઈ-બહેનોની સેવા બિરદાવાઈ

જી.કે. જનરલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં માં-બાપ, ભાઈ-બહેન કે દીકરો-દીકરી જે ગણો તે એકમાત્ર નર્સિસ અને બ્રધર્સ જ સર્વસ્વ છે. એ જ તેમની સંભાળ રાખે છે. કારણ કે, કોરોનાની સારવારના દરમિયાન કોઈને વોર્ડમાં દાખલ થવા દેવામાં આવતા નથી. હાલે જી.કે. કોવિડ વોર્ડમાં વિવિધ જગ્યાએ અને જુદી જુદી ભૂમિકામાં ક્રમશ; 100 જેટલા નર્સિંસ અને બ્રધર્સ કોરોનાની પરવાહ કર્યા વિના પૂરી કર્તવ્યનિષ્ઠાથી કોરોનાના દર્દીઓ માટે ફ્લોરેન્સ નાઇટેંગલ બનીને સેવા પ્રવૃત છે.

12મી મે એટ્લે આંતરરાષ્ટ્રીય નર્સિંગ-ડે. સમગ્ર વિશ્વએ આ દિવસ ઉજવ્યો ત્યારે જી.કે. જનરલ હોસ્પિટલના અને મેડિકલ કોલેજના તબીબો, પ્રોફેસર્સ, અને વહીવટીતંત્ર દ્વારા આ હોસ્પિટલમાં કાર્યરત 180 નર્સિસ અને બ્રધર્સ જેઓ વારાફરતી હોસ્પિટલ અને કોરોના વોર્ડમાં અત્યારે પારિવારિક ભાવનાથી અને ઘરના નિકટના સગાની માફક સેવા બજાવે છે. આ સેવાભાવનાને બિરદાવવામાં આવી હતી. જી.કે. જનરલ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિ. બેટી થોમસે કહ્યું કે, છેલ્લા એક વર્ષથી પરિચારિકાઓ દર્દીઓને સાજા કરવા દિવસરાત એક કરે છે.

આજે તેઓ દર્દીઓ અને પરિવારો માટે આશાના કિરણ સમાન છે. નરસોને પોતાનો પરિવાર છે. છ્તા કોઈ જાતની પરવાહ કર્યા વિના સેવા કરે છે. આપના દેશમાં નર્સોને સિસ્ટર અને પુરુષ નર્સને બ્રધર્સ કહેવાય છે. તેઓ ખરા અર્થમાં ભાઈબહેન બનીને સેવા આપે છે.તેમણે કહ્યું કે, જી.કે.માં સારવાર દરમિયાન 30 જેટલી સિસ્ટર્સ પોઝિટિવ થઈ, કેટલીક બહનોના દીકરા-દીકરી, માં-બાપ પણ કોરોના સંકર્મિત થયા અને જેવા કોરોનામાથી મુક્ત થયા તે જ તેઓ સારવારમાં પરોવાઈ જઇ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...