તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકાથી આવી સેવા:250 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મોકલ્યા, કચ્છી સહિતના એનઆરઆઇ કામે લાગ્યા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં વસતા ભારતીયોએ ટાસ્ક ફોર્સ તૈયાર કરી ટીમ વર્કથી કોરોના પીડિતો માટે ઓક્સિજન કોન્સેન્ટ્રેટર પૂરા પાડવાનું કામ પાર પાડ્યું હતું. આ કાર્યમાં કાનપુરના કપિલ શુક્લે મુખ્ય જવાબદારી લઈ યુવાનોની ટીમ તૈયાર કરી દર્દીઓ માટે 250 જેટલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર રવાના પણ કરી દીધા છે. જેમાં દેશના વિવિધ રાજ્યના નાગરિકો સુદિપ સુમન, ગુલશન શર્મા વગેરેની સાથે ભુજની ધારા મહેતાની ટીમે જાતે ફંડ આપીને ગ્રુપમાંથી 7,25,000નું ફંડ એકત્ર કર્યું હતું. રાહત સામગ્રી ભારત પહોંચાડવા માટે ડિલિવરી ટીમ કાર્યરત છે.

આ ટીમમાં હાલ 800 ભારતીય જોડાયા છે. ગ્રુપ પ્રમાણે કામ કરી, ફોન પર, સોશિયલ મીડિયા પર લોકોને જાણ કરે છે. જેથી દવા, ઇંજેક્શન, પી.પી.ઈ કીટ, ઓક્સિજન સિલિન્ડર, માસ્ક વાગ્યે જરૂરિયાત પૂરી પાડી શકે.

અન્ય સમાચારો પણ છે...