તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:કચ્છ-સૌરાષ્ટ્રના માલધારીઓની જીવનશૈલી પર શનિવારે સેમિનાર

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટમાં બકરીના દૂધની નવી પ્રોડક્ટ ‘યોકર્ડ’ લોંચ કરાશે
 • સહજીવનના ઉપક્રમે વિવિધ બનાવટનું પ્રદર્શન યોજાશે

ભુજની સહજીવન સંસ્થા દ્વારા રાજકોટમાં કચ્છ-સાૈરાષ્ટ્રના માલધારીઓની જીવનશૈલી પર રાષ્ટ્ર કક્ષાનું સેમિનાર યોજાશે, જેમાં બકરીના દૂધની નવી પ્રોડક્ટ લોંચ કરવાની સાથે વિવિધ બનાવટોનું પ્રદર્શન યોજાશે.27-3, શનિવારના સવારે 10.30થી સાંજે 4.30 વાગ્યા સુધી અટલ બિહારી વાજપેયી ઓડિટોરીયમ, આર્યનગર-રાજકોટ ખાતે યોજાનારા સેમિનારમાં કચ્છ-સૌરાષ્ટ્રના માલધારીઓની જીવનશૈલીને આવરી લેતું માલધારી એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવશે.

આ તકે બકરીના દૂધની નવી બનાવટ ‘યોકર્ડ’ લોંચ કરાશે. વિચરતા માલધારી સમૂદાયો, તેમના પશુધનની વિવિધ પ્રોડક્ટ જેવી કે, ઊંટ, બકરીના દૂધ અને ઘેટાના ઉનની બનાવટનું પ્રદર્શન યોજાશે. સેમિનારમાં કચ્છ ઉપરાંત સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, જુનાગઢ, રાજકોટ જિલ્લાના 150 માલધારી ભાઇ-બહેનો સહિત 200 જેટલા લોકો હાજર રહેશે એમ સહજીવનના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર મનોજ મિશ્રાએ જણાવ્યું હતું. સહજીવન અને સેન્ટર ફોર પાસ્ટોરાલીઝમ સંસ્થા છેલ્લા 30 વર્ષથી કચ્છમાં બન્ની ભેંસ, કચ્છી ખારાઇ ઊંટ, કચ્છી-સિંધી અશ્વ અને રબારી, ભરવાડ માલધારીઓ સમૂદાય સાથે કાર્યરત છે.

બકરીના દૂધ માટે ડેરી સ્થાપવા ગતિવિધિ
બકરીના દૂધના કલેક્શન માટે અલગથી દૂધ ડેરી સ્થાપવા માટેની ગતિવિધિ તેજ કરાઇ છે. ગાંધીનગરના પશુપાલન વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ બકરીના દૂધ માટે ડેરી સ્થાપવા નાણાકીય સહયોગ મળે તે માટે એક દરખાસ્ત તૈયાર કરાઇ છે, જે ટૂંક સમયમાં પશુપાલન વિભાગ સમક્ષ મૂકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો