ધરપકડ:મથલના આશ્રમમાં ગાંજાનું વેચાણ : મહંત સહિત બે જણા બે કિલો જથ્થા સાથે પકડાયા

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપીઓ છૂટક છૂટક માદક દ્રવ્યનો કરતા હતા વેપલો
  • પોલીસે 20 હજારનો માલ કબ્જે કર્યો : મહંત ગાંજો ક્યાંથી લીધો તેની તપાસ શરૂ

નખત્રાણા તાલુકાના મથલ ખાતે આવેલા હરિહર આશ્રમના મહંત સહિત બે જણા બે કિલો ગાંજા સાથે ઝડપાઇ જતા ભારે ચકચાર મચી ગઇ છે.નખત્રાણા પોલીસે કાર્યવાહી કરીને આરોપી મહંત પાસેથી 20 હજારનું માદક દ્રવ્ય કબ્જે કર્યું છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, નખત્રાણા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ વિકાસભાઈ ચૌધરીને મળેલી બાતમી હકીકતના આધારે વર્કઆઉટ કરતા કોટડા(જ) થી મથલ તરફ જતા રસ્તાની વચ્ચે ડાબી બાજુ આવેલ હરીહર આશ્રમમાંથી માદક પદાર્થ (ગાંજા)નો જથ્થો મળી આવ્યો હતો.

આ સાથે આરોપીઓ નાનજીભાઈ બાલાભાઈ કોચરા ઉર્ફે મહંત નાગનાથ બાપુ (ઉ.વ.83) રહે-હરીહર આશ્રમ મથલ તા. નખત્રાણા અને ભીમજી જખુ શેખા (ગરવા) (ઉ.વ.54) રહે-આંબેડકર ચોક નખત્રાણા વાળાની ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓના કબ્જામાંથી 2 કિલો ગાંજો કિંમત રૂ.20 હજાર અને 3 હજારની કિંમતના 2 મોબાઈલ ફોન મળી કુલ 23 હજારનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે,આરોપી મહંત અને તેનો સાગરીત આશ્રમમાં છૂટક છૂટક માદક દ્રવ્યનું વેચાણ કરતા હતા.જેથી કેટલા સમયથી આ પ્રવુતિ ચાલુમાં હતી અને ક્યાંથી ગાંજો લાવવામાં આવ્યો હતો તે સહિતની દિશામા તપાસ શરૂ કરવામાં આવી છે.ગાંજા કેસની તપાસ નખત્રાણા સીપીઆઈ ગોજીયાને સોંપાઈ છે. આ કામગીરીમાં પીઆઇ બી.એમ. ચૌધરીની સાથે એ.એસ.આઈ. વાછીયાભાઈ ગઢવી, પુનશીભાઈ ગઢવી, મુકેશકુમાર સાધુ, હેડ કોન્સ. વિકાસભાઈ ચૌધરી, પો.કોન્સ. ધનજીભાઇ આહીર, નરેન્દ્રસિંહ સોઢા, મુકેશસિંહ પરમાર, મહેન્દ્રસિંહ બારડ, મીત કુમાર પટેલ, મુકેશભાઈ મોદી સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...