કાર્યક્રમ:વિજળી, પાણી ક્ષેત્રે આત્મનિર્ભરતા કચ્છના વિકાસમાં બનશે મદદરૂપ

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ યુનિવર્સિટી ખાતે સેમિનારમાં સૌર ઉર્જા, પાણીની ચર્ચા કરાઇ
  • ભારત પાસે વિશ્વનું સૌથી મોટું પરમાણુ બળતણ છે : ડો.નીલમ

કચ્છ યુનિવર્સિટી ખાતે પરમાણુ સહેલી અને વકતવ્યમાં સાૈર ઉર્જા, પાણી, કોલસા અંગે સેમિનારમાં ચર્ચા કરવામાં અાવી હતી, તેમણે કહ્યું હતું કે કચ્છના વિકાસમાં વિજળી અને પાણીની અાત્મનિર્ભરતા મદદરૂપ છે તેમજ ભારત પાસે વિશ્વનું સાૈથી મોટુ પરમાણુ બળતણ છે. પરમાણુ સહેલી ડો. નિલમ ગોયલે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, ભારત દુર-દુર સુધી અનેક ઘરોને પ્રકાશ પૂરો પાડી શકે છે. કૃષિ, ઉદ્યોગો, અને અન્ય જરૂરિયાતોમાં વીજળીની યોગ્ય વ્યવસ્થા કરી શકે છે. આ માટે મિશ્રા વીજ ઉત્પાદન માટેની રાષ્ટ્રીય યોજના પણ છે.

સૌર ઉર્જામાંથી વાર્ષિક 1300 અબજ યુનિટ વીજળી ઉત્પન્ન કરવા માટે, એટલે કે 1 અબજ 300 મિલિયનની વસ્તીમાં વાર્ષિક 1000 યુનિટ જનરેટ કરવા માટે, એક મિલિયન મેગાવોટ સોલાર પ્લાન્ટ્સ સ્થાપવા પડશે. 10 લાખ મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા માટે 5 થી 6 લાખ ચોરસ કિલોમીટર જમીનની જરૂર પડશે. અા વકતવ્યમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડા, છાત્રાઅોઅે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો. અર્થશાસ્ત્ર વિભાગના વડા ડો. કલ્પના સતીજા, સામાજીક વિજ્ઞાન વિભાગના વડા ચિરાગ પટેલે ડો. નિલમ ગોયલને શુભેચ્છાઅો પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...