મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક અપાશે:કચ્છના બોર્ડરવીંગના 3 જવાનોની રાજયપાલ ચંદ્રક માટે પસંદગી

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા 3 કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક આપવામાં આવશે.

જેમાં તુલસીભાઈ આલાભાઈ ઝાલા જે જુલાઈ 1998માં બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ ભુજ ખાતે સફાઇ કામદાર તરીકે જોડાયા હતા. તો ઓનાજી ખીરાજી સોઢા માહે જુલાઇ-2003માં નં.2 બટાલિયન બોર્ડરવિંગ હો.ગા ભુજ ખાતે લાન્સ નાયક તરીકે જોડાયા હતા. અને મહેશકુમાર પ્રાણશંકર વ્યાસ માહે જુલાઇ 2003માં નં 2 બટાલિયન બોર્ડરવિંગ હો .ગા. ભુજ ખાતે લાયન્સ નાયક તરીકે જોડાયા હતા અને કચેરી ખાતે તાલીમ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...