તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત સતર્ક:અફઘાનિસ્તાન પર તાલિબાનોઅે કબજો કરતા કચ્છ સરહદે સુરક્ષામાં વધારો કરાયો

ના.સરોવર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલીબાનના સમર્થનમાં પાકિસ્તાન-ચીન અાવ્યા બાદ ભારત સતર્ક
  • અટપટી ક્રીક, રણ અને દરિયાઇ બોર્ડર પર પેટ્રોલિંગ વધારાયું

અફઘાનિસ્તાન પર તાલીબાનો કબજો કરશે તેવું અનુમાન વિશ્વાની મોટાભાગની ખુફીયા અેજન્સીઅોઅે લગાવ્યો હતો, પણ જે ઝડપથી તાલીબાને અફઘાનિસ્તાન પર કબજો કરતા તેનાથી વિશ્વ ચોંકી ઉઠ્યું છે. અફઘાનિસ્તાન પર તાલીબાનનો કબજો થતા તેની વિશ્વ પર શું અસર થશે તે તો ભવિષ્યમાં જ ખબર પડશે પણ અફઘાનિસ્તાનની સીમા જે દેશોને સ્પર્શે છે ત્યાં હલચલ જોવા મળી છે.

ચીન અને પાકિસ્તાન તાલિબાનોના સર્મથનમાં અાવી ગયા છે, જે સમર્થન પાછળ બીક કે મજબુરી ગણી શકાય છે. જ્યારે ભારતે હાલ પુરતી રાહ જોવોની નીતિ અપનાવી છે.તો બીજીબાજુ ભારતે પોતાની પાકિસ્તાનને અડીને અાવેલી તમામ સરહદો પર સુરક્ષા વધારી દીધી છે.

જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની પાકિસ્તાનને અડીને અાવેલી સરહદો પર નજર વધારવામાં અાવી છે. સંવેદનશીલ કચ્છ બોર્ડર પર પણ સુરક્ષા વધારવામાં અાવી છે. કચ્છની બોર્ડર રણ, દરિયા અને ક્રીકના વિસ્તારો છે. અા તમામ પર બીઅેસઅેફ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં અાવ્યું છે. અરબસાગરમાં કોસ્ટગાર્ડ અને નેવીઅે પણ બરાબર પોતાની પકડ મજબુત કરી નાખી છે.

તાલિબાનો અાવ્યા તેની ખુશીને- ખુશીમાં કચ્છ સરહદે પાકિસ્તાન છમકલો ન કરે તે માટે કચ્છ સરહદ પર જાપ્તો વધારી દેવામાં અાવ્યો છે. ચીન અને પાકિસ્તાન જાણે છે કે તાલિબાનો ભવિષ્યમાં પોતાને પણ નુકસાન કરી શકે છે, માટે બધાની પહેલા તેઅો સમર્થનમાં અાવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...