તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આરટીઓમાં પ્રવેશદ્વાર પર સુરક્ષા વધુ કડક કરાતા કચેરી સુમસામ ભાસી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતિની છેડતીની નનામી ફરિયાદ થયા બાદ તંત્રઅે વિડીયો રેકોર્ડિંગ શરૂ કર્યું
  • ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો તાલ સર્જાયો : નામ-નંબર પણ નોંધણી

ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં યુવતિની છેડતી થયાની નનામી ફરિયાદ પશ્ચિમ કચ્છ પોલીસ અને અાર.ટી.અો. તંત્રને થતા અારટીઅો તંત્ર હરકતમાં અાવ્યું છે. ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો તાલ અારટીઅોમાં સર્જાયો હોય તેમ કચેરીમાં અાવતા અેક અેક અરજદારનું વિડીયો રેકોર્ડિંગ કરવાનું તેમજ નામ-નંબર નોધણી કરવાનું શરૂ કરાયું છે.

દાયકાઅોથી ભુજની અારટીઅોમાં અેજન્ટ પ્રથા છે, ગુજરાતના તમામ જિલ્લાની કચેરીઅોમાં અરજદારોની કામગીરી સ્વિકારવામાં અાવે છે જયારે ભુજમાં અરજદારો અને અેજન્ટો બંને કામ કરાવતા હોય છે. ગત સપ્તાહે ભુજની અારટીઅોમાં ટેસ્ટ ટ્રેક તેમજ અેન્ટ્રી નજીક યુવતિની છેડતી થઇ હોવાની નનામી અરજી પોલીસ-અારટીઅોને મળી હતી, જે સંદર્ભે તંત્ર હરકતમાં અાવ્યું છે સુરક્ષા વધારવા માટે કમર કસી છે.

અારટીઅોના સેકડો કાૈભાંડ બહાર અાવી ચુકયા છે ત્યારે હવે યુવતિની છેડતી થયાની રાવ મળી છે. કચેરીના મેઇન અેન્ટ્રી ગેટ પર વિડીયો રેકોર્ડિંગ કરવામાં અાવે છે જેમાં અેક અેક અરજદારોનું શુટિંગ થાય છે તો રજીસ્ટરમાં નામ અને મોબાઇલ નંબર તેમજ કયા કામથી અાવ્યા છો તેની પણ નોંધણી સિક્યુરિટી ગાર્ડ તરફથી કરવામાં અાવે છે. અત્યાર સુધી કચેરીના કંપાઉન્ડ ખીચોખીચ ભર્યો રહેતો હતો પણ જેવુ વિડીયો રેકોર્ડિંગ કરવાનું શરૂ થયું કે કચેરી સુમસામ ભાસી હતી.

અન્ય સમાચારો પણ છે...