સીમા સુરક્ષા:કચ્છની સરહદે સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ મજબુત: બીએસએફ ડીજી

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બીએસએફના ઇન્ચાર્જ વડાએ પોતાની બે દિવસીય મુલાકાત બાદ કચ્છની સુરક્ષા અંગે સંતોષ વ્યક્ત કર્યો : બોર્ડર પર જવાનો સાથે પણ ચર્ચા કરી
  • કચ્છની સીમા પર સ્માર્ટ ફેન્સિંગની કામગીરી જારી હોવાનો દાવો કરાયો

કચ્છની સરહદેથી છેલ્લા થોડાક દિવસોથી બિનવારસુ મળી આવતા ચરસના પેકેટોની ઘટનાઓ બાદ બોર્ડરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા બોર્ડર સિક્યુરીટી ફોર્સના ઇન્ચાર્જ ડિરેકટર જનરલ એસ. એસ. દેશવાલ બે દિવસ કચ્છની મુલાકાતે આવ્યા હતા. ભુજમાં પત્રકાર પરિષદ યોજી કચ્છની બે દિવસીય મુલાકાત અંગે વાત કરતા એસ. એસ. દેશવાલે કહ્યું હતું કે, કચ્છની ક્રીક, જળ અને રણસીમાએ બીએસએફની સુરક્ષા વ્યવસ્થા સજ્જડ હોવાની ખુશ છું. બોર્ડર એરીયામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત બનાવવા માટે જરૂરી સુવિધાઓ તેમજ સીમા પરના જવાનોની સગવડમાં વધારો કરવા માટે પ્રક્રીયા હાથ ધરાઇ હોવાનું કહ્યું હતું. તો અગાઉ કરતા ક્રીકમાં મોબઇલ પેટ્રોલિંગનું પ્રમાણ વધ્યું છે.

દેશવાલે વધુ ઉમેર્યું હતું કે, દેશની 75 હજાર કિલોમીટર લાંબી સીમા પર સ્માર્ટ ફેન્સીંગ કરાય છે.ચોમાસામાં ઘણીવખત સીમા ચોકીઓની આસપાસ પાણી ભરાઇ જતા હોવાથી પેટ્રોલિંગ બંધ રહેતું હોવાના મુદ્દે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, હવામાન મુજબ પેટ્રોલીંગની પેટર્ન બદલાય છે પરંતુ ચોમાસા સહિત બારેય માસ ઘનીષ્ઠ પણે પેટ્રોલીંગ ચાલુ જ રખાય છે. જવાનો પોતાના પરિજનો સાથે વાત કરી શકે તે માટે બીએસએફ દ્વારા સેટેલાઇટ ફોન ફાળવાયેલા છે. 

સરહદે માર્ગ નિર્માણની કામગીરીનો ચિતાર આપ્યો
કચ્છની સરહદે માર્ગ નિર્માણની કામગીરી માટે જરૂર પડે ક્વિક રિસપોન્સ ટીમ મોકલવામાં આવશે અને સુગમતા વધી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ક્વિક રિસ્પોન્સ ટીમ મોકલી શકાય તેવી સુગમતા વધી હોવાનું અને જરૂર હોવા પર ભાર મુકયો હતો. તો બીએસએફ માટે ખુબ મહત્વની સીમા હોવાનું જણાવી ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારફતે સ્ટ્રેન્થ વધારવા બીએસએફ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. 

બિનવારસુ ચરસના પેકેટોમાં પોલીસ તપાસ ચાલુ
બે દિવસીય કચ્છની મુલાકાતે આવેલા ડીજીએ કચ્છની ક્રીકમાંથી બીએસએફ, નેવી, પોલીસને મળી આવેલા બિનવારસુ ચરસના પેકેટ અંગે તપાસ કરવા રેન્જ આઇજી અને એસપી સાથે ચર્ચા વિચારણા કરી હોવાની વાત કરી હતી.

1990માં બિનવારસુ ડ્રગ્સમાં મુળ સુધી પહોંચી હતી
કચ્છના ક્રીક વિસ્તારમાંથી 1990માં એવી જ રીતે બિનવારસુ ડ્રગ્સની જથ્થો મળી આવ્યો હતો, જે બનાવમાં બીએસઅએફ એ જથ્થામાં જવાબદાર તત્વો સુધી પહોંચી હતી. ત્યારે હાલમાં થોડા દિવસો પૂર્વે મળી આવેલા જથ્થા અંગે પોલીસ તપાસ ચાલુ હોવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...