તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:ભુજ અને નલિયા એરબેઝની સુરક્ષા સંબંધી વ્યવસ્થા ચકાસાઇ

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલે મુલાકાત લીધી
  • શ્રેષ્ઠ કામગીરી કરનારા યુનિટ્સને ટ્રોફી એનાયત

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલે ભુજ અને નલિયા અેરફોર્સની મુલાકાત લઇ કોરોના મહામારી વચ્ચે સુરક્ષાને લગતી વ્યવસ્થા ચકાસી, વિવિધ યુનિટ્સની કામગીરી બિરદાવી હતી.દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ સંદીપસિંહે ગુરુવારે નલિયા અને ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

તેમણે એરફોર્સ બેઝ ખાતે પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી અને આ ક્ષેત્રમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ વિવિધ પરિચાલન યુનિટની મુલાકાત લઇ રાષ્ટ્રની આકાશી સરહદોની સુરક્ષા કરવા માટે આ મહત્વપૂર્ણ એરફોર્સ બેઝ ખાતે તેમના દ્વારા નિભાવવામાં આવતી ભૂમિકાની પ્રશંસા કરી હતી.

એર માર્શલે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ હેઠળ વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા યુનિટ્સને ટ્રોફી એનાયત કરી હતી. વધુમાં નલિયા અને ભુજ ખાતે કોવિડ-19ને અનુલક્ષીને અપનાવવામાં આવેલા માપદંડોની પણ સમીક્ષા કરી હતી. તમામ કર્મીઓને તેમની પરિચાલન તૈયારીઓ વધારવા, મહામારી સામે લડવા માટે તમામ પગલાં લેવા માટે સખત પરિશ્રમ કરવાનો અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...