તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડૂત આદોલનના પગલે મંગળવારે ભારત બંધનું એલાન કરાયું છે. કચ્છમાં વિપક્ષ સિવાય કોઇએ બંધનું સમર્થન કર્યું ન હોવા છતાં વહીવટી તંત્ર ખૂબ જ સતર્ક થઇ ગયું છે. એક બાજુ પોલીસે ચીમકી આપી છે તો જિલ્લા કલેક્ટરે ખાસ 24 કલાક માટે જિલ્લામાં કલમ 144 લગાડી હતી. તે અંગેનું એક જાહેરનામુ સોમવારે રાત્રે બહાર પાડવામાં આવ્યું હતું. કલેક્ટર દ્વારા જાહેરનામા અંગે જણાવાયું હતું કે, કિસાન આદોલનના સમર્થનમાં કેટલાક ખેડૂત સંગઠાનો દ્વારા ભારત સરકારના નવા કૃષિ વિધેયકનો વિરોધ કરવા તા. 8/12ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
આ કૃષિ વિધેયકનો વિરોધ કરનારાઓ દ્વારા બળ પૂર્વક બંધનો અમલ કરાવવામાં ન આવે તથા જાહેર અને ખાનગી મિલકતને નુકસાન ન પહોંહશે તે અંગે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. ઉપરાંત હાલ કોવિડ-19ની પરિસ્થિતિમાં વિરોધ પ્રદર્શન, ધરણાં દરમિયાન કોરોનાની ગાઇડલાઇન તથા ગૃહ વિભાગની એસઓપીનું પાલન થાય તે જરૂરી છે. તેથી સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સારુ કચ્છમાં ચાર કે તેથી વધારે વ્યક્તિઓની કોઇ મંડળી-સરઘસ મનાઇ કરાઇ હતી. સોમવારે રાત્રીના 12 વાગ્યાથી મંગળવારે રાત્રે 12 વાગ્યા સુધી આ જાહેરનામુ ચાલી રહશે. ચાર કે તેથી વધારે વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે મંડળીને સભા ભરવા, બોલાવવા તેમજ સરઘસ માટે પણ મનાઇ ફરમાવાઇ હતી. જોકે સભા સરઘસ, રેલી માટે મંજૂરી લેવાની રહશે.
જાહેરનામુ આ તમામ લોકોને લાગુ નહીં પડે
જોકે આ જાહેરનામામાંથી કેટલાક લોકોને મુક્તિ આપવામાં આવી છે. જેમાં સરકારી કર્મચારીઓ, ફરજ પર હોય તેવી ગૃહ રક્ષક દળની વક્તિઓ, કોઇ લગ્ન-પ્રસંગ-વરઘોડો તથા સ્મશાનયાત્રાને આ જાહેરનામુ લાગુ નહીં પડે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.