ગેરલાયકાતની લાગવગ:મુસ્લિમ એજ્યુકેશન સ્કુલના સેક્રેટરી, પુત્ર સામે છેતરપિંડીનો ગુનો દર્જ, 6 માસમાં સેક્રેટરી સામે વધુ 1 ફોજદારી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોર્ટમાં અરજી કરતા બંને પિતા-પુત્રો સામે ફોજદારી નોંધવા આદેશ કર્યો હતો
  • પિતા સેક્રેટરી હોવાથી પુત્રે બોગસ પ્રમાણપત્ર રજૂ કરી શિક્ષકની નોકરી મેળવી

અેકાદ માસ અગાઉ ભુજની અદાલતે મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્કૂલના સેક્રેટરી અને તેના શિક્ષક પુત્ર સામે ફોજદારી નોંધવા આદેશ કર્યો હતો જે અનુસંધાને ગુરુવારે બંને પિતા-પુત્ર સામે મેળાપીપણુ કરી બોગસ સર્ટિફિકેટથી શિક્ષકની નોકરી મેળવી સંસ્થા સાથે છેતરપિંડી કરી હોવાના આરોપસર ફોજદારી નોંધાઇ હતી. છ માસ અગાઉ પણ અે ડિવિઝન પોલીસ મથકે સેક્રેટરી સામે ફોજદારી ફરિયાદ નોંધાઇ હતી.

ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદી અઝીઝ અાદમ ચંગલ (રહે. જેષ્ઠાનગર)વાળાઅે અરજી કરી ભુજની મુસ્લિમ અેજ્યુકેશન સ્કુલના સેક્રેટરી અનવર હુશેન સુમરા અને તેના પુત્ર સોહેલ અનવર સુમરા સામે છેતરપીંડિ બદલ પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરી હતી. પિતા શાળામાં સેક્રેટરી હોવાથી પુત્રઅે મધ્યપ્રદેશની યુનિવર્સિટીની બોગસ ડિગ્રી રજૂ કરી નોકરી મેળવી હતી. મધ્યપ્રદેશની યુનિવર્સિટીમાં તપાસ કરાવતા અાવી કોઇ ડિગ્રી કે વિદ્યાર્થીએ તેમને ત્યાં અભ્યાસ કર્યો ન હોવાનું ખુલ્યું હતું.

અગાઉ ફરિયાદીઅે ફોજદારી નોંધવા અરજી કરી હતી પણ પોલીસે કોઇ યોગ્ય પગલા ન ભરતા અદાલતમાં અરજી કરી હતી. અેક માસ અગાઉ કોર્ટે બંને પિતા-પુત્ર સામે ફોજદારી નોંધવા હૂકમ કર્યો હતો. ગુરુવારે અે ડિવિઝન પોલીસે છેતરપિંડીની ગંભીર કલમો તળે ફોજદારી નોંધી હતી. અામ ભુજના પોલીસ મથકમાં છ માસમાં જ બીજી ફરિયાદ ભુજની જાણીતી લઘુમતિ શૈક્ષણિક સંસ્થા મુસ્લિમ અેજ્યુકેશન ટ્રસ્ટના સેક્રેટરી સામે નોંધાઇ છે.

અેક માસ અગાઉ સંસ્થામાં ચાલતા વિવાદનો સમાધાન થયું પણ...
સંસ્થાના સેક્રેટરી અનવર સુમરા અને અન્ય ટ્રસ્ટીઅો વચ્ચે જમીન અને નાણાકીય ગેરરીતિ મુદ્દે છેલ્લા ત્રણેક વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન સેક્રેટરી સામે અે ડિવિઝન પોલીસ મથકે છ માસ અગાઉ ગુનો દર્જ થયો હતો. અેકાદ માસ અગાઉ મુસ્લિમ સમાજના અાગેવાનો વચ્ચે પડી કોઠારાના અેક ફાર્મહાઉસ પર બંને જુથ વચ્ચે સમાધાન પણ થઇ ગયું હતું. ટ્રસ્ટીઅો વચ્ચે સમાધાન થઇ ગયું પણ સેક્રેટરીઅે ગેરરિતી અાચરી સમાજને નુકસાન પહોંચાડયું હોવાના આક્ષેપો સાથે તેમની સામે ફોજદારીના તખ્તા અેક બાદ અેક ઘડાઇ રહ્યા છે. ટૂંક સમયમાં સંસ્થાના બાંધકામમાં અાચરાયેલી ગેરરિતી બદલ ફોજદારી નોંધાય તો એવી શક્યતા જાણકાર સૂત્રોએ દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...