તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:કાલથી કચ્છમાં 18થી 44 વયના લોકોને બીજો ડોઝ

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોટરીની ટિકિટ માટે તૈયાર રહેજો : આજ સાંજે 6 વાગે સ્લોટ જાહેર કરવામાં આવશે
  • 10 મેથી 14 મે સુધી કો-વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા માટે બે દિવસના સેશનનું આયોજન

કચ્છમાં કો-વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારી 18થી 44 વય સુધીની વ્યક્તિને આવતીકાલથી બીજો ડોઝ આપવાનું શરૂ કરાશે, જેમાં આજ સાંજે 6 વાગ્યે સ્લોટ જાહેર કરવામાં આવશે, જેથી બૂક કરાવવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.

જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ માધ્યમોને માહિતી આપતી અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, 18થી 44 વર્ષના વય જૂથની વ્યક્તિએ કો-વેક્સિનનો પ્રથમ ડોઝ 2021ની 10 મેથી 14 મે સુધી લીધો હોય એમના માટે કો-વેક્સિનના બીજા ડોઝ માટે 2021ની 11મી જૂનથી 2021ની 12મી જૂન સુધી એમ બે દિવસ સેશનનું આયોજન કરાયું છે. જેમનું સ્લોટ 10મી જૂનથી 11મી જૂનના સાંજે 6 વાગે જાહેર કરવામાં આવશે, જેમાં સ્લોટ બૂક કરાવવા અનુરોધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિવ્ય ભાસ્કરે મંગળવારના અંકમાં સૂચવ્યું હતું કે, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ટ્વિટર મારફતે સ્લોટનો સમય જાહેર કરે છે અને ક્યારે કરશે એ પણ નક્કી નથી હોતું. બધા લોકો શિક્ષિત નથી હોતા અને બધા શિક્ષિતો પણ એટલા નવરા પણ નથી હોતા કે ટ્વિટર ઉપર ટાંપીને બેઠા હોય. જે બાદ જિલ્લા વિકાસ અધિકારીએ બુધવારે માધ્યમોને અખબારી યાદી મોકલી સ્લોટની તારીખ અને સમય જણાવ્યા છે.

બીજા ડોઝ માટે રજિસ્ટ્રેશન શા માટે
જે વ્યક્તિએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. એને ફરીથી રજિસ્ટ્રેશનનો આગ્રહ શા માટે રખાયો છે એ સમજાતું નથી. હકીકતમાં એણે જે સ્થળે પ્રથમ ડોઝ લીધો હોય એજ સ્થળે બીજો ડોઝ લેવાની સુવિધા રાખવી જોઈએ. વિકલ્પમાં નજીકના સ્થળે ડોઝ લેવાની સુવિધા કરી આપવી જોઈએ. કેમ કે, જેણે પ્રથમ ડોઝ લીધો છે. એ વ્યક્તિ બીજો ડોઝ તો લેવાની જ હોય.

નવયુવાનો માટે કો-વેક્સિનના બીજો ડોઝ સેશન

તાલુકોસેશન કેન્દ્રસરનામુંપિન કોડ
ભુજડ્રાઈવ થ્રૂભુજ સાંજે 4 થી 7370001
--લેવા પટેલ ગ્રાઉન્ડ-
માંડવીટાગોર રંગ ભવનનગર પાલિકા, માંડવી370465
મુન્દ્રાસી.એચ.સી. મુન્દ્રામુન્દ્રા370421
નખત્રાણાસી.એચ.સી. નખત્રાણાનખત્રાણા370615
અબડાસાસી.એચ.સી. નલિયાબસ સ્ટેશન નજીક, નલિયા370655
લખપતસી.એચ.સી. દયાપરગ્રામ પંચાયત દયાપર370630
અંજારયુ.પી.એચ.સી. અંજારપ્રાથમિક સ્કૂલ નં. 3370110
--ટાવર સર્કલ, અંજાર
ગાંધીધામએસ.ડી.એચ. ગાંધીધામરામબાગ આદિપુર370205
ભચાઉસી.એચ.સી. ભચાઉભચાઉ370140
રાપરએસ.સી. રાપર-1આથમણા નાકા, રાપર370165
અન્ય સમાચારો પણ છે...