તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આહ્લાદક દ્રશ્યો:કરોડો વર્ષોની કચ્છ પ્રદેશની હયાતીની સાબિતી પૂરી પાડતી દરિયાઈ પાણીની માટી !

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતનાં પશ્ચિમ છેવાડે અરબી સમુદ્ર કિનારે અાવેલા નારાયણ સરોવરની ચીકણી માટી સમુદ્રની લહેરોની વિવિધ ગતિવિધિઓના કારણે અાવી રીતે આહ્લાદક દ્રશ્યો ઉપજાવી રહી છે, એટલું જ નહીં પરંતુ તે કરોડો વર્ષોની કચ્છ પ્રદેશની હયાતીની સાબિતી પૂરી પાડે છે. કચ્છનું આજ જેવુ હવામાન છે તે કરોડો વર્ષો પહેલાં એટલે કે જુરાસિક યુગ સાથે બંધબેસે છે.

ચીકણી માટીના વેવ એક્શનને લીધે રિપલ માર્કનું નિર્માણ થયું છે અને આ પ્રકારનું વાતાવરણ કે દરિયાઈ હલનચલન તે વખતે પણ હશે, જેમાં 15 કરોડ વર્ષથી આજ સુધીમાં અસંખ્ય જીવસૃષ્ટિ ઉદય અને અસ્ત પામી. અા અંગે કચ્છ યુનિવર્સિટીના આસી. પ્રોફેસર અને જીઓલોજિસ્ટ ડૉ. ગૌરવ ચૌહાણ જણાવે છેકે, વર્તમાન પરિસ્થિતિનું વલણ ભૂતકાળને ઓળખવાની ચાવી છે. જેના માટે અમે સદંતર સંશોધન કરી રહ્યાં છીએ. માટીના સ્તરો એ જ હોય પણ તેની ઉપર બની રહેલા રિપલ માર્ક હવાને લીધે બનતા પાણીના વહેણ ઉપર આધારિત હોય છે, જેની દિશા બદલાઈ શકે છે. પરંતુ આ બધાં સંશોધનો, ‘પહેલાં શું થયું હશે?’ તે જાણવા મદદરૂપ થઈ શકે.

અન્ય સમાચારો પણ છે...