તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માવઠું:કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદનો સિલસિલો યથાવત, કચ્છી કેરીના પાકને નુકસાનની ભીતિ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાપર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા

પૂર્વ કચ્છના રાપર તાલુકા વિસ્તારમાં આજે મંગળવારે બપોર બાદ જોરદાર પવન સાથે જોરદાર વરસાદ ચાલુ થયો હતો. વરસાદના કારણે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા.રાપર તાલુકાના ખેંગારપર, રામવાવ, અને વજેપર ગ્રામ્ય વિસ્તારમા અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો . અને ભારે પવન સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું.

કચ્છમાં વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી મુજબ આજે રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે ચોમાસા જેવો માહોલ ખડો થવા પામ્યો હતો.

આમ કચ્છ જિલ્લામાં સમયાંતરે સતત પડી રહેલા કામોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકશાન પરિસ્થિતિ ઉભી થઇ છે. ખાસ કરીને કેરીના પાકમાં વધુ નુકશાની થવાની સંભવના, ખેડૂતવર્ગે વ્યક્ત કરી હતી. કામોસમી વરસાદથી ખેડૂત અને માલધારીઓની ચિંતામાં વધારો થયો છે. એવું સુવાઈથી સરપંચ હરિભાઈ રાઠોડે અને રાપરથી ઈશ્વરભાઈ ચાવડાએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...