તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:મૂળ ભુજના જેલ અધિક્ષકને કોરોના કાળ દરમિયાન સારી કામગીરી બદલ સ્કોચ એવોર્ડ

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો.કે.એલ.એન. રાવ - Divya Bhaskar
ડો.કે.એલ.એન. રાવ

રાજ્યની તમામ જેલોએ કોરોના મહામારી દરમિયાન પ્રશંસનીય કામગીરી કરવા બદલ દેશભરમાં નોંધ લેવાઇ છે. ગુજરાતના એડી.ડાયરેકટર જનરલ ઓફ પોલીસ એન્ડ ડાયરેકટર જનરલ ઓફ પ્રિઝન એન્ડ કરેકશનલ એડમિનિસ્ટ્રેશન ડો.કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરીના સ્વરૂપે દેશમાં સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓનું સંસ્થાઓની કામગીરીનું મૂલ્યાંકન કરતી દિલ્હીની સ્કોચ ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઇ યોજાયેલા ઓનલાઇન સમારોહમાં ગુજરાત ગોલ્ડ એવોર્ડ ફોર કોવિડ રિસ્પોન્સ એનાયત કરાયો છે.

જેમાં ગુજરાત પ્રિઝન એન્ડ કરેકશનલ એડમિનિસ્ટ્રેશન વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. 68મી સ્કોચ સમિટમાં ડિશ્ટિન્ગવિશ્ડ પેનાલિસ્ટ તરીકે પોલીસ વ્યૂ ઓફ ડિજિટલ ગવર્નન્સ પર પોતાના વ્યક્તિત્વ દરમિયાન સીસીટીએનએસ, તેમજ આઇ.સી.જે.એસ, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ડિજિટલ ગવર્નન્સ સામે રહેલા પડકારો જેવા અગત્યના મુદ્દા પર પ્રકાશ પાડી સહુને પ્રભાવિત કરનારા ગુજરાત પ્રિઝન એકેડેમીના પ્રિન્સિપલ નાસિરૂદ્દીન એસ.એલ.એ ગુજરાત પ્રિઝન એન્ડ કરેકશનલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ તરફથી આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો