તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:ભુજ 41.6 અને કંડલા (એ)માં 41.2 ડિગ્રી સાથે કાળઝાળ ગરમી

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માર્ચ પૂરો થવાના આરે છે ત્યારે એપ્રિલમાં શું થશે ?
 • રાજ્યમાં ભુજ બન્યું ત્રીજા ક્રમનું ગરમ શહેર : ગરમીનું મોજું જારી રહેશે

આજે હોલિકા દહન થશે તે પહેલાં જ કચ્છમાં અંગ દઝાડતી ગરમી શરૂ થઇ ગઇ છે. શુક્રવારે 40.8 જેટલા તાપમાન સાથે શેકાયેલા ભુજમાં મહત્તમ પારો વધુ ઉંચે ચડીને 41.6 પર પહોંચ્યો હતો તો કંડલા એરપોર્ટ મથકે પણ 41.2 જેટલા ઉંચા ઉષ્ણતામાન સાથે કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. હજુ પણ મહત્તમ તાપમાન ઉંચકાવાની સાથે કચ્છભરમાં ગરમીનું મોજું ફરી વળશે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવાઇ છે. રાજ્યમાં ત્રીજા ક્રમે ગરમ રહેલા જિલ્લા મથક ભુજમાં સવારથી જ સૂર્યનારાયણના આકરા તેવર જોવા મળ્યા હતા અને મધ્યાહ્ને અંગ દઝાડતી ગરમીનો અનુભવ થયો હતો. ચાલુ ઉનાળામાં પ્રથમ વાર પારો 41થી ઉપર જતાં એપ્રિલ અને મે મહિનામાં શું થશે તેવા સવાલે શહેરીજનોને અકળાવ્યા હતા. બપોરે ગરમ પવન ફૂંકાતાં માર્ગો પર ચહલ પહલ ઘટી હતી. ન્યૂનતમ 24 ડિગ્રી રહેતાં મોડી રાત્રે રાહત અનુભવાઇ હતી. કંડલા એરપોર્ટ મથકે પણ મોસમમાં પ્રથમવાર 41.2 ડિગ્રી તાપમાન રહેતાં ગાંધીધામ, અંજાર અને આદિપુર સહિતના વિસ્તારોમાં ઉનાળાનો આકરો મિજાજ જોવા મળ્યો હતો. ગરમીમાં રાહત મેળવવા લોકોએ ઠંડા પીણાનો સહારો લીધો હતો. કંડલા પોર્ટ ખાતે 39.7 જેટલા મહત્તમ તાપમાન સાથે આંશિક રાહત રહી હતી જ્યારે નલિયામાં 38.2 અને ન્યૂનતમ 16 ડિગ્રી રહેતાં દિવસે ગરમી અને રાત્રે ઠંડક સાથે વિષમતા અનુભવાઇ હતી. દરમિયાન હવામાન વિભાગે હજુ પણ મહત્તમ એકથી બે ડિગ્રી ઉંચકાવાની સાથે કચ્છભરમાં ગરમીનું મોજું જારી રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો