તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસુવિધા:સરહદી લખપતના દયાપરમાં SBIનું ATM દોઢ માસથી બંધ રહેતા લોકો પરેશાન

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • BOBનું ATM બેંક અંદર હોવાથી રાત્રિના સમયે ઉપયોગ નથી થતો

પશ્ચિમી ક્ષેત્ર સરહદના લખપતના તાલુકા મથક સમાં દયાપરમાં SBIનું ATM છેલ્લા દોઢ માસથી બંધ હાલતમાં પડી રહ્યું છે. જેના કારણે લોકોની ભારે અવર જવર ધરાવતા દયાપરમાં લોકોને રોકડ રકમની ઉપાડ માટે ધક્કા ખાવા પડી રહ્યા છે.

છેવાડાના વહીવટી ક્ષેત્ર દયાપરમાં લખપત તાલુકાના વિસ્તારમાંથી લોકો પોતાના ખાનગી અને સરકારી કામસર આવતા હોય છે. જેમને સ્વાભાવિકપણે રૂપિયાની પણ જરૂર પડતી હોય છે. ત્યારે ખરીદ વસ્તુની ચુકવણી કરવા કે અન્ય વ્યવહાર માટે ખૂટતી રકમ ઉપાડવા ATM નો સહારો લેતા હોય છે. પરંતુ ગામનું મુખ્ય ATM બંધ હોવાથી ધરમ ધક્કો ખાઈ લોકોને વીલા મોઢે પરત જવું પડે છે. અને તેના કારણે આર્થિક વ્યવહાર પણ અટકી જાય છે. એવું ભરતભાઈ ત્રિપાઠીએ જણાવ્યું હતું.

વિશેષ આ બાબતે SBIના બેન્ક મેનેજર રાજેશકુમારને પૂછતા તેમણે તપાસ બાદ જલ્દી પૂર્વવત કરાવી દેવાનું કહ્યું હતું. અલબત્ત દયાપર ખાતે સીમા સુરક્ષા દળના જવાનો અને મોટા પાયે લાગી રહેલી પવનચક્કી અને કંપનીના કામદારોની વિશેષ અવર જવર રહેતી હોય છે. ત્યારે ATM મશીનો બંધ હોવાથી બહારથી આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અન્ય એક બેન્ક ઓફ બરોડાનું ATM છે. પરંતુ તે બેંકની અંદર હોવાથી બેન્ક સમયેજ કામ આવે છે. આ મામલે સબંધિત તંત્ર યોગ્ય નિવારણ લાવે તેવું લોકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...