તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સયાજી નગરી એક્સપ્રેસને વધારાના હોલ્ટ અપાયા, સમય પણ સુધારાયો

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વધારાના હોલ્ટ અને સુધારેલા સમય સાથે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનનો સુધારેલો સમય 10 જૂન, 2021થી અમલમાં આવશે. આ અંગે ડિવિઝનલ રેલવે મેનેજર અમદાવાદ દીપકકુમાર ઝાના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 09115/09116 દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસને ૧૦ જુનથી દાદરથી 10 જૂન, 2021 થી 15:15 વાગ્યે ઉપડીને 15:38 વાગ્યે બોરીવલી, 16:47 વાગ્યે દહાનુ રોડ, 17:20 વાગ્યે વાપી, 17:43 વાગ્યે વલસાડ, 18:01 વાગ્યે બીલીમોરા, 19:34 વાગ્યે કોસંબા જંકશન, 19:51 વાગ્યે અંકલેશ્વર, ભરૂચ 20:03 વાગ્યે, 20:32 વાગ્યે પાલેજ, મિયાગામ કર્ઝન 20:46 વાગ્યે, વિશ્વામિત્રી 21:08 વાગ્યે, વડોદરા 21:20 વાગ્યે, આણંદ 21:57 વાગ્યે, મણિનગર 23:09 વાગ્યે, આદિપુર 05:38 વાગ્યે પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09116 ભુજ-દાદર સયાજી નગરી સ્પેશિયલ એક્સપ્રેસ 23:18 વાગ્યે આદિપુર, 05:39 વાગ્યે મણિનગર, વડોદરા ખાતે 07:15 વાગ્યે, વિશ્વામિત્રી 7:28 વાગ્યે, મિયાગામ કર્ઝન 07:54 વાગ્યે, 08: 09 વાગ્યે પાલેજ, 08:34 વાગ્યે ભરૂચ, 08:47 વાગ્યે અંકલેશ્વર, 09:10 વાગ્યે કોસંબા જં.,10:36 વાગ્યે બીલીમોરા, 12:00 વાગ્યે દહાનુ રોડ, 13:01 વાગ્યે બોરીવલી,13:55 વાગ્યે દાદર પહોંચશે. ઉલ્લેખનીય છે કે મુસાફરોની સુવિધા માટે બંને દિશામાં આદિપુર, મણિનગર, વિશ્વામિત્ર, મિયાગામ કર્ઝન, પાલેજ, ભરૂચ, કોસંબા, બીલીમોરા અને દહાનુ રોડ સ્ટેશનો પર વધારાનો હોલ્ટ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...