તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાણકારી:સયાજી સુપરફાસ્ટ બની પણ કચ્છ એક્સપ્રેસની ગતી ધીમિ પડી

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ. રેલવેની કચ્છના પ્રવાસીઓ પ્રત્યે બવેડી નીતિ

ભુજ મુંબઇ માટે ચાલતી કચ્છ એક્સપ્રેસ સુપરફાસ્ટ દોડતી હતી, બાદમાં સયાજી નગરી એક્સપ્રેસને સુપરફાસ્ટનો દરજ્જો અપાયો જે બદલ પ્રવાસીઓ પાસેથી વધારે ભાડાની વસુલાત પણ કરવામાં આવી હતી. જેથી કચ્છ એક્સપ્રેસની ગતી ધીમિ પડી ગઇ હતી. કચ્છ એક્સપ્રેસ 09455-56 ભુજથી મુંબઇ વચ્ચે સુપરફાસ્ટ દોડતી હતી જો કે હાલમાં એવરેજ સ્પીડ કરતા પણ ઓછી ગતીએ દોડી રહી છે. એવરેજ સ્પીડ 55 કીમી હોય છે. કચ્છ એક્સપ્રેસ પહેલા બ્રાન્દ્રા ટર્મીનશ પહોંચવાનો સમય સવારે 11.25 હતો હવે ટ્રેન 20થી 25 મીનીટ મોડી પહોંચવા લાગી છે. સુર્યનગરી એક્સપ્રેસ કચ્છ એકસ. પછી આવતી હતી જો કે હવે તેને ઓવરટેક કરી તે વહેલી આવશે. સયાજીનગરી એક્સપ્રેસની જયારથી સુપરફાસ્ટનો દરજ્જો અપાયો છે ત્યારથી આ ટ્રેનની ગતી ધીમી પડી ગઇ છે. પશ્ચિમ રેલવેનું કચ્છના પ્રવાસીઓ પ્રત્યે બેવડુ વલણ હોવાનું કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શ્યામ શાહે જણાવ્યુ઼ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો