તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ તાલુકાના ચુબડક અને ગંઢેર સીમમાં એલસીબીઅે શુક્રવારે રાત્રે દરોડો પાડી નાલ ઉઘરાવી રમાતી હરતી ફરતી જુગાર ક્લબ પર દરોડો પાડયો હતો, સરપંચ પુત્રની જુગાર ક્લબમાંથી પોલીસે ગાંધીધામ અને અંજારના ખેલીઓ સહિત આઠની ધરપકડ કરી હતી. મુખ્ય સુત્રધાર ફરાર થઇ ગયો હતો. પોલીસે 56,400 રોકડ સહિત પોણા લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે હુશેન જુમા પારા (રહે. ચુબડક)વાળો ચુબડક અને ગંઢેર ગામની સીમમાં ડુંગર વચ્ચેની જગ્યાએ બહારથી ખેલીઓ બોલાવી તેનો ભત્રીજો મહેબુબ નાલ ઉઘરાવી જુગાર રમાડાય છે.
પોલીસે વર્કઆઉટ કરી રેડ કરતા આઠ શખ્સો પકડાઇ ગયા હતા. જેમાં ચાર ખેલી ગાંધીધામના તો બે ખેલી અંજારના, એક જામનગર અને એક ચુબડકનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ રેડ દરમિયાન મુખ્ય સુત્રધાર હુશેન જુમા પારા (રહે. ચુબડક)વાળો હાજર મળી આવ્યો ન હોવાથી તેને શોધવા ચક્રો ગતીમાન કરાયા હતા. પોલીસે 56,400 રોકડા, મોબાઇલ નંગ 4 કિંમત 15,200 રૂપીયા સહિત 71,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ક્લબમાંથી પકડાયેલા ખેલીઓ
1 - ધર્મેન્દ્ર મનસુખલાલ અધેડા (મંગલધામ સોસાયટી, જામનગર)
2 - ગજેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાવ (શક્તિવિજય સોસાયટી, ગાંધીધામ)
3 - મહેન્દ્ર દેવશી પ્રજાપતી (હંગામી આવાસ, અંજાર)
4 - દીલીપ ઉર્ફે બટુક બાબુલાલ વ્યાસ (ટપ્પર તા. અંજાર)
5 - રામ ધનશ્યામ કોટવાણી (કૈલાશ સોસાયટી, ગાંધીધામ)
6 - હનીફ ભચુ સોઢા (મીઠી રોહર, ગાંધીધામ)
7 : ગોવિંદ બાબુલાલ મહેશ્વરી (જુની સુંદરપુરી, ગાંધીધામ)
8 : મહેબુબ ગની પારા (રહે. ચુબડક, તા. ભુજ)
મુદ્દામાલમાં વાહન જ નહીં, જાણે ખેલી પગે ગયા હશે
આઠ જુગારીઓ ડુંગરાળ વિસ્તારમાં જુગાર રમતા હતા. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં માત્ર રોકડ અને ચાર મોબાઇલ જ બતાવ્યા છે. જાણે આ ખેલીઓ પોતાના ઘરેથી પગે ચાલીને આવ્યા હશે અથવા તેમના માટે કોઇ વ્યવસ્થા જ કરવામાં નહીં આવી હોય.
છસરા બસ સ્ટેશનની અંદર જુગાર રમતા ચાર પકડાયા
મુંદરા પોલીસે બાતમી આધારે છસરા ગામના બસ સ્ટેશન પાસે દરોડો પાડતા સ્ટેશનની અંદર ધાણી પાસા વડે જુગાર રમતા ચાર પકડાયા હતા. અતુલ નારણભાઇ આહિર, ચાણ આતુ મહેશ્વરી, રવજી મીઠુ કોલી અને મ્યાઝર ખીમા આહીર (ચારેય છસરા) વાળા જુગાર રમતા પોલીસને હાથે પકડાઇ ગયા હતા. પોલીસે તેમના પાસેથી 10,630 રોકડા અને મોબાઇલ કિંમત 6 હજાર મળી કુલ 16,630નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.