તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:રતનાલ-મોડસર સીમમાં ખનીજ ખનન મુદ્દે સરપંચ અને સરપંચની ચૂંટણી હારેલા શખ્સ સામસામે

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ તાલુકાના એક સરપંચે કોંગ્રેસના માજી ધારાસભ્ય પાસેથી લીઝ ખરીદી ને વિવાદ શરુ થયો
  • ચાઇનાકલેની પાસ થયેલી લીઝમાંથી બોક્સાઇટનું ખનન કરતા ચૂંટણી હારેલા શખ્સે ડખો કર્યો
  • સ્થાનિકે મામલો વકરે તે પહેલા જ મોટી રકમ આપી શાંત પાડવામાં આવ્યો હોવાનો સુત્રોનો દાવો

કોંગ્રેસના માજી ધારાસભ્ય પાસેથી રતનાલ નજીક મોડસર સીમમાં આવેલી ચાઇનાકલેની લીઝ ભુજ તાલુકાના એક ગામડાના સરપંચે થોડા સમય પહેલાં ચ ખરીદી કરી ને વિવાદ શરુ થયો છે, જે લીઝમાંથી ચાઇનાકલેના બદલે બોક્સાઇટ ખનન કરી જામનગર પરીવહન કરાતુ હોવાથી રતનાલમાં અગાઊ હારી ગયેલા એક સરપંચ સાથે ડખો થયો હતો. સ્થાનિકે જ મામલો વધુ વકરે તે પહેલા જ ભુજ તાલુકાના એ સરપંચે અઢી કરોડ રૂપિયા આપી મામલો શાંત પાડી દીધો હોવાનું સુત્રોએ દાવો કર્યો છે.

રતનાલથી નજીક મોડસર સીમમાં માજી ધારાસભ્યની લીઝ પાસ થયેલી છે, જે વિસ્તારને રામજીયાડો તરીખે ઓળખાય છે. ચાઇનાકલેની પાસ થયેલી લીઝ ભુજ તાલુકાના એક ગામડાના યુવા સરપંચે ખરીદી કરી નામ ટ્રાન્સફર કરાવી લીધી છે. 14 એકર જેટલી જમીનમાંથી ચાઇનાકલેના બદલે બોક્સાઇટનું ખનન કરવામાં આવતુ હોવાની વાત સુત્રોએ કરી હતી અને તેના લીધે જ વિવાદ છેડાયો છે. 2012-13માં રતનાલ ગામમાં સરપંચની ચૂંટણી હારી ગયેલા એક શખ્સની ભુજ તાલુકાના આ સરપંચ સાથે જીભાજોળી થઇ હતી.

ચાઇનાકલેની લીઝમાંથી બોક્સાઇટ કાઢી રાતોરાત જામનગર પરીવહન કરવામાં આવતુ હોવાથી મામલો વધુ વકરે તે પહેલા જ આ શખ્સને શાંત પાડવા માટે ભુજ તાલુકાના યુવાન સરપંચે અઢી કરોડ રૂપિયા ધરી દીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. તો ખાણ ખનીજ ક્ષેત્ર સાથે સંકડાયેલા આ વિસ્તારના સુત્રોએ કહ્યું હતું કે રાધે ટેકરી વિસ્તારમાં આવેલી જમીનમાંથી પણ બોકસાઇટનો જથ્થો કાઢવામાં આવતો હોવાથી વાત વધુ વકરે તે પૂર્વે જ મામલો થાળે પાડી દેવાનો પ્રયાસ થયો હતો.

નોંધનીય છે કે, બોકસાઇટનું ખનન કરવા પર પ્રતિબંધ છે ત્યારે ચાઇનાકલેની પાસ થયેલી લીઝમાંથી બોક્સાઇટનું ખનન કરી જામનગર ગાડીઓ મારફતે પરીવહન કરાઇ રહ્યું છે, જે ગેરપ્રવૃત્તિ પર મીઠીનજર રાખવામાં આવી હોવાનું સ્થાનિકે ચર્ચાઇ રહ્યું છે.

અન્ય એક શખ્સને પણ ચૂકવેલી રકમનો આંક કરોડમા
ચાઇનાકલેની પાસ થયેલી લીઝમાંથી બોક્સાઇટનું ખનન કરવું એ ગેરકાયદે છે, જેથી ખાણ ખનીજ તંત્ર કે સ્ટેટ મોનીટરિંગ સેલના કાને વાત પહોંચે તે પૂર્વે જ મામલો દબાવી દેવાના પ્રયાસો થયા હોવાનું સુત્રો કહી રહ્યા છે. હારી ગયેલા સરપંચ સિવાય અન્ય એક શખ્સને શાંત રાખવા અને હેરાનગતી ન કરવા માટે રકમ ચૂકવાઇ છે જેનો આંકડો પણ કરોડમાં સંભળાઇ રહ્યો છે. કરોડના આંકમાં અપાતી રકમ એ સૂચવે છે કે આ લીઝમાં કાંઇક તો ગેરપ્રવૃત્તિ કરાઇ રહી છે જેના કારણે જ આટલી મોટી રકમ ચૂકવાય છે.

અન્ય સમાચારો પણ છે...