તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:ભુજમાં દિપાવલી પર્વે 700 જેટલી મહિલાઅોને સાડી વિતરીત કરાઇ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

માનવજ્યોત સંસ્થા અને રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા ઝૂંપડા, ભુંગા, કાચા મકાનોમાં રહેતી જરૂરતમંદ પરિવારોની 700 જેટલી મહિલાઅોને દિપાવલી પર્વ નિમિત્તે સાડીઅોનું વિતરણ કરવામાં અાવી હતી. સાથે સાથે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગરીબો અને શ્રમજીવીકોના ઘર સુધી પહોંચીને મીઠાઇનું વિતરણ પણ કરવામાં અાવ્યું હતું. દર વર્ષે ગરીબ અને શ્રમજીવી મહિલાઅો પર્વ મનાવી શકે તેવા હેતુથી સેવાકાર્યો કરવામાં અાવે છે. અા પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઇ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, મુરજીભાઇ ઠક્કર, પ્રવિણ ભદ્રા હાજર રહ્યા હતા અને વિતરણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શંભુભાઇ જોષીઅે તથા અાભાર દર્શન પૃથ્વીરાજસિંહે કર્યું હતું. કાર્યક્રમની વ્યવસ્થા અાનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ, અક્ષય મોતા અને સલીમ લોટાઅે સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો