ક્રાઇમ:સંસ્કારનગર બની રહ્યું છે શહેરનું ક્રાઇમનું હબ , પોલીસ ચોકીનો અભાવ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બસ સ્ટેશન ખસેડાયા પછી અસામાજિક તત્વોનો સંચાર વધ્યો : ચોરી, લૂંટ, ચીલ ઝડપના બનાવોની પરંપરા, ટ્રાફિકના પશ્નો પણ સતાવે છે

શહેરના સંસ્કારનગર વિસ્તારમાં છેલ્લા છએક મહિનાથી ચોરી ચીલઝડપ અને લૂંટના બનાવો વધી રહયા છે, તેમાં કેટલાક કિસ્સાઓમાં ભોગબનાર પોલીસમાં ફરિયાદ નોંધવવાનું ટાળતા હોય છે જેને લીધે અસામાજિક તત્વોને મોકળુ મેદાન મળી રહે છે. આ વિસ્તારમાં મોડી રાત્રે વાહનોમાંથી પેટ્રોલની ચોરીના બનાવા વારંવાર બને છે, તો, જાગૃત નાગરીકને કારણે મોટી ચોરી થતા રહી ગઇ હોય તેવું ગણીવાર બનતું હોય છે. તો, આ વિસ્તારમાં જ્યારથી હંગામી બસ સ્ટેશનમાં કાર્યરત કરવામાં આવ્યું છે ત્યારથી ગુનાહીત પ્રવૃતિઓનું પ્રમાણ વધી રહયું છે.

અહિં લુખા તત્વોનોનો જાણે આ વિસ્તાર અડ્ડો બની ગયો હોય તેમ સાંજ પડેને ગામનો ઉતાર નવા બસ સ્ટેશન નજીક પહોંચી આવે છે તો, અગાઉ આ બસ સ્ટેન્ડની સામેની સયુક્તા સોસાયટીના રહેવાસીઓને અસામાજિક દ્વારા અનેક મુશ્કેલી થતી હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે આ વિસ્તારમાં થતી ગેરપ્રવૃતિને નાથવા પ્રસાશન કોઇ ચોકસ પગલા લે જેથી કોઇ અનિચ્છનીય બનાવનો ભોગ પ્રજા ન બને તે સમયની માંગ છે.

છેલ્લા છ મહિનામાં નોંધાયેલા છ નોંધપાત્ર ગુના
{ગત એપ્રિલ માસ દરમિયાન સંસ્કારનગરના આવેલી સોસાયટીમાં પેટ્રોલની ચોરી થઇ આરોપી બાઇક મુકી નાસી ગયો (પોલીસે બાઇક કબજે કરી હતી), {કૈલાશનગર જતા રોડ પર વૃધ્ધાના ગળામાંથી ચેઇનની ચીલ ઝડપ {સંકારનગરના યોગીરાજ પાર્ક નજીક મકાનમાં ચોરી કરવા શખ્સ ઘુસ્યો આસપાસના લોકો જાગી જતાં આંગણામાંથી મોટર સાયકલની ચોરી કરી ગયો હતો.{ગત 22 જુનના રાત્રે એટીએમમાં ફાયરીંગ અને ચોરીનો પ્રયાસ ( ગુનો ડીટેકટ થયો)

{6 જુલાઇ જુની રાવલવાડી સ્થિત ગાયત્રી સોસાયટીમાં ધોળા દિવસે બંધ મકાનમાંથી 6.30 લાખની ચોરી (આરોપી પકડાયો નથ) {મંગલમ અને રાવલવાડી રિલોકેશન પર મીઠાઇની દુકાનમાંથી ચોરી ( ગુનો ઉકેલાઇ ગયો)

પ્રિફેબ પોલીસ ચોકી વિચારાધીન : એસપી
પશ્ચિમ કચ્છના નવ નિયુક્ત એસપી સૌરભસિંઘ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, હંગામી બસ સ્ટેશન પાસે ચોકી બનાવી જરૂરી છે, ત્યાં પ્રિફેબ પોલીસ ચોકી બનાવવામાં હાલ વિચારમાં છું. નજીકના દિવસોમાં આ અંગે તજવીજ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...