તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અગવડ:ભુજ-ગાંધીધામ RTO માટે નિયમ સમાન, ભુજમાં નિયમોનું પાલન નહીં

ભુજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • વાહન પાસિંગની કામગીરીમાં કાગળો ચકાસણી કરવામાં ગેરરિતી આચરાતી હોવાની બુમ

કચ્છમાં ભુજ અને ગાંધીધામમાં આર.ટી.ઓ.ની કચેરીએ આવેલી છે, તો બંને કચેરીમાં કામગીરી કરવા માટેના નિયમો પણ સમાન છે. જો કે, ગાંધીધામમાં જે નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે તે નિયમોના ભુજમાં સરેઆમ ધજાગરા ઉડતા થયા છે. વાહન પાસિંગની કામગીરીમાં ભુજમાં ઢીલાશ અને ગેરરિતી આચરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભુજ અને ગાંધીધામની બંને ઓફીસોમાં વાહન ફિટનેશની કામગીરી કરવામાં આવે છે, સૌપ્રથમ વાહનના કાગળો સાથે કચેરીએ વાહનનું નિરિક્ષણ થાય છે બાદમાં તે કાગળો ઇન્સ્પેકટર પાસે રહે છે.

ઇન્સ્પેકટર તરફથી કાગળોની ચકાસણી કર્યા બાદ વાહન પાસિંગની એન્ટ્રી કરી પ્રિન્ટ કાઢી અપાય છે. ગાંધીધામની કચેરીએ વાહનની ચકાસણી કર્યા બાદ સ્પીડ મીટર, રેડીયમ, કવર પ્લેટના ઓરીનલ બીલો તેમજ વાહનના તમામ સાધનીક કાગળો ચકાસવામાં આવે છે. તો વાહનના નિરિક્ષણ ટાણે વાહનમાં સાઇડ ગાર્ડ લાગેલું ન હોય તો વાહન પાસિંગ કરાતું નથી. જો કે, ભુજમાં વાહન નિરિક્ષણ વખતે સાઇડ ગાર્ડના નિયમના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે તો કાગળોની ચકાસણી કરવામાં પણ ઢીલાશ મુકી ગેરરિતી આચરવામાં આવતી હોય તેવું આંતરીક સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

વાહનના સાધનીક કાગળોની ચકાસણી થતી ન હોવાથી તેમજ અસલ બીલોનું આગ્રહ રખાતું ન હોવાથી સરકારની તિજોરીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. વાહનના અસલ કાગળોની પણ અમુક સમયે ચકાસણી થતી ન હોવાથી ઝેરોક્ષમાં ચેસીસ નંબર છેડછાડ કરીને ચોરીના તેમજ બોગસ વાહન પાસિંગ પણ થઇ જાય છે. અમુક સમયે અધિકારીને ખ્યાલ રહેતો ન હોવાથી આવા બોગસ વાહનો પાસિંગ થઇ જતા હોય છે તો સ્પીડ મીટર, રેડીયમ, કવર પ્લેટના અસલ બીલોની માગણી થતી ન હોવાથી સરકારની તિજોરીને નુકસાન પહોંચી રહ્યું છે.

ભુજમાં યુનિફોર્મ મુદ્દે ફરી ‘જૈસે થે’ જેવો તાલ
એકાદ માસ અગાઉ ભુજ આર.ટી.ઓ.માં ઇન્સ્પેકટરો યુનિફોર્મ વગર ટેબલ પર બેસી કામગીરી કરતા હોવાથી કોણ અધિકારી, કોણ કર્મચારી, કોણ અરજદાર તેનો ખ્યાલ આવતો ન હોવાથી આર.ટી.ઓ. ચિંતન પટેલનું ધ્યાન દોરાયું હતું. તમામ ઇન્સ્પેકટરોને સૂચના આપવામાં આવી હતી. થોડા દિવસો માટે યુનિફોર્મમાં રહ્યા બાદ અમુક ઇન્સ્પેકટરોનું ફરી ‘નાક કાપવાનો’ વારો આવ્યો છે. એકાદ બે ઇન્સ્પેકટર હજુ કચેરીમાં યુનિફોર્મ વગર સાદા કપડામાં કામગીરી કરતા હોવાનું ધ્યાને આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો