ટોલ પ્લાઝાના કર્મચારી અને બાઉન્સરોની દાદાગીરીના બનાવ અવાર નવાર સામે અાવતા હોય છે, સોશિયલ મીડિયામાં પણ વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે સામત્રા ટોલ પ્લાઝાના કર્મચારીઅોઅે ટોલના બેરીકેટમાં નુકસાન થવા બદલ દેશલપર પાસે ટ્રકને રોકાવી કારમાં બેસાડી પાછા સામત્રા ટોલ પ્લાઝા લઇ જઇ રૂમમાં પુરીને માર માર્યો હતો. ટ્રક ડ્રાઇવરે માનકુવા પોલીસ મથકે બે કર્મચારી સામે ગુનો નોંધાવ્યો હતો.
સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વિશાલ નથુભાઇ રબારી (ઉ.વ. 25, રહે. ઉકેર અબડાસા)વાળો હાજીપીરથી રિર્ટન થઇ સામત્રા ટોલ પ્લાઝા પર પહોંચ્યો હતો, ટ્રકનું રિટર્નનું ટોલ સાથે જ ભર્યું હોવાથી તેને ટ્રકને ટોલ ભર્યા વગર રવાના કરી દીધી હતી. ટોલ પ્લાઝાના હરજીતસિહ જાડેજા અને માલદેભાઇ અાહીર બંને જણા ટ્રકની પાછળ અર્ટિંગા કાર દોડાવી દેશલપર પાસે ટ્રકેન અાંતરી લીધી હતી.
ટ્રકમાંથી ફરિયાદીને નીચે ઉતારી માર મારી કારમાં બેસાડી સામત્રા ટોલ પ્લાઝા પર લઇ ગયા હતા, જયાં રૂમમાં લઇ જઇ પુરી નાખ્યો હતો અને બેરીકેટમાં થયેલી નુકસાનીની ભરપાઇ કરવા ધાકધમકી કરી મારકુટ કરી હતી. ફરિ્યાદીઅે ટ્રક માલિકને ફોન કરી જાણ કરતા તેને છોડાવવા માટે લોકો અાવ્યા હતા બાદમાં બીજા દિવસે સોમવારે ટ્રક ડ્રાઇવરે ટોલ પ્લાઝાના કર્મચારીઅો સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.