તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સામત્રા પાસે રોયલ્ટીની મર્યાદાથી વધુ ખનીજ પરિવહન કરતા 4 વાહન પકડાયા, 8 લાખ દંડ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ડમ્પર, અેક ટ્રક અને ટ્રેકટરને ખાણ ખનીજ વિભાગે પકડ્યા
  • રેતી, વ્હાઇટકલે સહિત રોયલ્ટીની મર્યાદા કરતા વધુ જથ્થો ભરવામાં અાવ્યો હતો

નખત્રાણા તાલુકાના સામત્રાથી દેશલપર હાઇવે પર ખાણ ખનીજ વિભાગની ટીમે રોયલ્ટી કરતા વધુ ખનીજ પરીવહન કરવા બદલ ચાર વાહનોને પકડી અાઠ લાખ રૂપિયા જેટલો દંડ ફટકારવા માટે તજવીજ હાથ ધરી હતી. બે ડમ્પર, અેક ટ્રક અને ટ્રેકટરમાં બ્લેકટ્રેપ, રેતી, વ્હાઇટકલે અને કપચી રોયલ્ટીની મર્યાદા કરતા વધુ જથ્થો ભરવામાં અાવ્યો હતો.

ખાણ ખનીજ વિભાગની ટીમ ચાલુ સપ્તાહે નખત્રાણા પંથકમાં ચેકિંગ માટે નિકળી હતી, ત્યારે સામત્રાથી દેશલપર હાઇવે પર બે ડમ્પર, અેક ટ્રક અને અેક ટ્રેકટરને પકડી પાડયા હતા. ડમ્પરમાં વ્હાઇટ કલે અને રેતી રોયલ્ટી કરતા વધુ માત્રામાં ભરવામાં અાવી હતી, તો ટ્રેકટરમાં બ્લેક ટ્રેપ રોયલ્ટીથી વધુ જથ્થો ભરાયો હતો અને અેક ટ્રકમાં મકાન ચણવા માટેની કપચી (પત્થર) રોયલ્ટી કરતા વધુ જથ્થો પરીવહન કરાતા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર અે. બી. વાઢેર અને રાહુલ મહેશ્વરીઅે પકડી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી. અા ચારેય વાહનને દંડઁ ફટકારવા માટે અાગળની તજવીજ હાથ ધરાઇ હતી. અંદાજે અાઠ લાખ જેટલી રકમનો દંડ અા ચાર વાહનના માલિકને ફટકારવામાં અાવશે તેમ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...