તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Samakhiyali's 'Satkarya Group', Which Runs Sevayajna Using Social Media, Is Currently Providing Oxygen Refilling Service.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાજ સેવા:સોશિયલ મીડિયાના સદ્ઉપયોગથી સેવાયજ્ઞ ચલાવતું સામખીયાળીનું 'સત્કાર્ય ગ્રુપ', હાલ કરી રહ્યા છે ઓક્સિજન રિફીલિંગની સેવા

ભુજ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2018થી ચાલતા ગ્રુપના સેવાભાવીઓ જરુરિયાતમંદ લોકોની કરે છે સેવા

કચ્છના પ્રવેશદ્વાર સમા સામાખીયાળી ગામે સેવાની સુવાસ સતત પ્રસરાવતું રહેતું સત્કાર્ય ગ્રુપ , સોશિયલ મીડિયાના સદઉપયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. સત્કાર્ય ગ્રુપ દ્વારા અત્યાર સુધી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે, અને આવી રહી છે. જેમાં જરૂરતમંદને આર્થિક સહાયથી કરીને હાલની કોરોના પરિસ્થિતિમાં ઓક્સિજન રિફીલિંગ સહિતની સેવા પુરી પાડવામાં આવી રહી છે.

આ માટે 2017માં સામાખીયાળી વાલે નામથી વોટ્સએપ્પ ગ્રુપની શરૂઆત કરનાર ગ્રુપ એડમીન ધનસુખભાઈ અરવિંદભાઈ ઠકકર પોતે વેપારી છે. સાથે- સાથે ગ્રુપ સભ્યોના સહયોગથી સેવપ્રવૃત્તિ પણ કરી રહ્યા છે, અને આ સેવાકાર્યો બાદ ગ્રુપનું નામ સત્કાર્યો ગ્રુપ રાખવામાં આવ્યું છે. અત્યાર સુધી ગ્રુપ દ્વારા થયેલી સેવાઓ વિશે જાણવા જેવું છે.

વર્ષ 2018માં સૌ પ્રથમ વૃક્ષ રક્ષણ માટે લોખંડના પિંજરા ગ્રુપના સહયોગ સાથે વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં 100થી વધુ પિંજરા લોકોને વિનામૂલ્યે અપાયા હતા, એવું ખેડૂત અને ગ્રુપ સભ્ય દામજીભાઈ બળાએ જણાવ્યું હતું. ત્યારથીગ્રુપ દ્વારા સેવાની શરૂઆત થઈ,

ત્યાર બાદ અત્યાર સુધી ગ્રુપના સભ્યોની મદદથી જરૂરતમંદ લોકોને મીડિકલ સહાય, આર્થિક મદદ, પુલવામાં ખાતે શહીદ થયેલા જવાનોના પરિવાર માટે શહીદ ફંડ, વડીલો માટે નેત્ર યજ્ઞ, લોકડાઉન કાળમાં બે વખત ભોજન સેવા, ગામને લાઈટ, પાણી જેવા મુદ્દે રજૂઆત કરવી, હિન્દૂ સ્મશાનમાં લાકડાં એકત્ર કરવા, અને હાલ ઓક્સિજન રિફીલિંગ કરાવી આપવા સહિતની સેવા પ્રવુતિ કરાતી હોવાનું ઉપ સરપંચ આમીનભાઈ રાઉમાએ જણાવ્યું હતું.

ગામના કોઈ જરૂરતમંદ વ્યક્તિને મેડિકલ ઈલાજ માટે આર્થિક કે અન્ય સહાયની જરૂર પડે ત્યારે સ્તકાર્યો ગ્રુપમાં ટહેલ નાખવામાં આવે ત્યારે ગ્રુપ સભ્યો દ્વારા મદદ પુરી પાડવામાં આવી જાય છે . તેમાં બાબુલાલ સુથાર, પરેશ મોરબીયા, અજિત દોષો વગેરે સહયોગ આપતા હોવાનું ઈશ્વરભાઈ મરાજે કહ્યું હતું.

વર્ષ 2019માં કસમીરના પુલવામાં ખાતે આંતકવાદી હુમલામાં માર્યા ગયેલા 40 જવાનોના પરિવાર માટે શહીદ ફંડ એકત્ર કરવાની ચર્ચા સ્તકાયો ગ્રુપમાં શરૂ થઈ, અને નક્કી થયા બાદ માત્ર 10 દિવસની અંદર રૂ. 1.11 લાખ ભેગા કરી ગંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સનાની ઓફિસે ગ્રુપ સભ્યોએ રૂબરૂ જય આપ્યા હતા. તેમાં જગદીશ મઢવી, રાજેશ મઢવી, હરિભાઈ હેઠવાડિયા સહિતના આગેવાનો જોડાયા હતા.

આજ વર્ષમાં ધનસુખભાઈ દ્વારા સદગત પુત્ર વિવેકની પુણ્યતિથિ પર નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો. તેમાં ગ્રુપના મેમ્બરોએ વડીલોને લેવા મુકવા સાથે શ્રમદાન વડે સહયોગી બન્યા હતા જેમાં 32 જેટલા લાભાર્થીઓને તબીબી તપાસ બાદ મોતિયો ધરાવતા લોકોને રાજકોટ રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં ઓપરેશન કરાવી આપવામાં આવ્યા હતા. ત્યારથી આ વોટ્સએપ્પ ગ્રુપનું નામ 'સામાખીયાળી વાલે ' બદલાવી 'સ્તકર્યો ગ્રુપ ' સભ્યોના સુઝાવથી રાખવામાં આવ્યું.

2020માં ગામની માં હોસ્પિટલ ખાતે ફરી નેત્રયજ્ઞ કેમ્પ અને મેગા મેડિકલ ચેકપ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેનો મહિલાઓ, વડીલો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો. ડો.નેહલબેન અહિરે વિનામૂલ્યે સેવા આપી હતી, આ પ્રકારની તમામ સેવા પ્રવૃત્તિમાં ગ્રુપના સભ્યો હાજર રહી ઉપીયોગી થતા રહે છે, એવું નિલ ઠક્કરે જણાવ્યું હતું.

લોકડાઉનમાં દરરોજ બે વખત 1200 લોકોને ભોજન કરવુંગત વર્ષે આવી પડેલી કોરોના મહામારીના અટકાયતી પગલારૂપે જાહેર થયેલા લોકડાઉન કાળમાં સતત 42 દિવસ સુધી બે વખત રોટલા, રોટલી, દાળ, ભાત, શાક અને છાસનું વિતરણ સત્કાર્યો ગ્રુપ અને આદેશ મિત્ર મંડળના સયુંકત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના શાઈધામ ખાતે રસોઈ તૈયાર કરીને 30 જેટલા સવયસેવકોએ વહીવટી તંત્રના કોરોના વોરિયર તરીકે કાર્યરત પોલોસ, આરોગ્ય અને અન્ય કર્મચારીઓ તથા મોટા પ્રમાણમાં પોતાના વતન ભણિ જતા શ્રમ જીવી લોકો, ઉધોગોના કામદારો અને રમતારામ સાધુઓને જમાડયા હતા. સવારના 8 થી રાત્રીના 10 વાગ્યા સુધી અવિરત સેવા આપી હતી. તેમાં મુખ્યવે બાબુલાલ સુથાર, મહેશભાઈ સોની, સુરેશ બાવાજી, હીરાભાઈ સુથાર વગેરે 30 જેટલા લોકો જોડાયા હતા. આ સેવાની નોંધ મુંબઈ સુધી તેથી મુંબઈથી વતન સેવાકાર્યમાં ઓસવાળ સમાજના ભાઈઓએ 1 લાખ જેટલી રકમ દાન આપી હતી. દાન મેળવી આપવા હારુનભાઈ માજોઠી મદદરૂપ બન્યા હતા જ્યારે કેટરર્સ વાળા રમેશભાઈ ગંઘએ વિશેષ યોગદાન આપ્યું હતું. હાલ કોરનાકાળને ધ્યાનમાં રાખી સ્મશાનમાં લાકડાંની ખપત હોવાની ટહેલ ગ્રુપમાં નાખતા, બે ચાર દિવસમાજ પાંચ લાખ સુધીના લાકડાનો જથ્થો દાનમાં મળી ગયો છે. ચામુંડા હોટલવાળા ગંગારામ મારાજે એક ટ્રક ભરીને લાકડાં મોકલી આપ્યા હતા. તો ગામના ભીમા અજા બાળા અને રામાભાઈ ગણેશા બાળાએ બૅથી ત્રણ લાખના લાકડાં દાનમાં આપી દીધા હતા.એવું સરપંચ ચનાભાઈ અહિરે જણાવ્યું હતું.

ઓક્સિજન રિફીલિંગ સેવાખાસ કરીને સૌથી મહત્વપૂર્ણ સેવા કહી શકાય એવી કોરોના દર્દીઓ માટે ઓક્સિજનની ખેંચ વચ્ચે ઓક્સિજનનો બોટલો રિફીલિંગ સ્તકર્યો ગ્રુપના મુરજીભાઈ ડાયાભાઈ બળા, ધનસુખભાઈ ઠકકર અને સભ્યો દ્વારા નજીકની કંપનીમાં જઈને કરાવી અપાય છે. સમયસરની સેવા માટે ગ્રુપની ચર્ચા હવે સમગ્ર તાલુકામાં થવા લાગી છે, અને લોકો આ પ્રકારની સેવાને આવકારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો