માંડવીમાં જૈન ઉપાશ્રયની દિવાલ પર લઘુશંકા કરવાની સાથે સાધ્વી ભગવંતની સામે બિભત્સ ચેનચાળા ઘટનાના પગલે જૈન સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને બુધવારના સમાજના લોકોઅે પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને, માૈન રેલી સ્વરૂપે પોલીસને અાવેદનપત્ર નહીં પરંતુ નિવેદનપત્ર પાઠવ્યું હતું.
શહેરના કે.ટી. શાહ ખાતે છાપરાવાળી શેરીમાં જૈન ઉપાશ્રયમાં જૈન સાધ્વીનો સમૂદાય રહેતો હોવાથી અાઠ દિવસથી સાધ્વી સામે બિભત્સ ચેનચાળા સાથે અશ્લીલ અને અભદ્ર વર્તનની સાથે જાહેરમાં લઘુશંકા કરીને ઉપાશ્રયને અભડાવાની ઘટનાના પગલે જૈન સમાજમાં નારાજગી સાથે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. તા.13-4, બુધવારના જૈન સમાજના લોકોઅે પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા.
વધુમાં શહેરની અાંબા બજારથી મુખ્ય માર્ગે માૈન રેલી કાઢીને અાવેદનપત્ર નહીં પરંતુ નિવેદનપત્ર પાઠવ્યું હતું. અા નિવેદનમાં જૈન સાધ્વી સાથેની ઘટનાને વખોડી કાઢી, ગંભીર ગણાવાઇ છે. વધુમાં જૈન દેરાસર, ઉપાશ્રયમાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકઅો સાથે પણ સવાર-સાંજ અારાધના કરતી વેળાઅે અાવા કિસ્સા બન્યા હોવાનું ચર્ચાય છે, જેથી અાવી ઘટનાઅોને નાબુદ કરવા સમસ્ત જૈન સમાજના ફિરકાઅો દ્વારા માગ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.