અકસ્માત:કચ્છમાં સુરજબારી પાસે નમક ભરેલા ડમ્ફરનું ટાયર ફાટતા પલટી ગયું, ચાલકનો આબાદ બચાવ

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરજબારી માળીયા વચ્ચે સપ્તાહ દરમિયાન અકસ્માતની સાતમી ઘટના બની
  • અકસ્માતમાં ડમ્પરમાં ભારે નુકસાન

પૂર્વ કચ્છના સૌરાષ્ટ્ર સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 પર અવારનવાર અકસ્માત થતા રહે છે. ત્યારે આજે બપોરે વધુ એક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં સામખીયાળી બાજુથી માળીયા તરફ મીઠું ભરીને જઈ રહેલા એક ડમ્ફરનું ટાયર ફાટતા તે માર્ગની ડાબી તરફ પલટી મારી ગયું હતું. જેથી અકસ્માત થયો હતો. જોકે, આ અકસ્માતમાં ડમ્ફર ચાલકનો સદભાગ્યે બચાવ થયો હતો.

આ બનાવની મળતી પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતની ઘટના આજે રવિવારે બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં એક ડમ્ફર સુરજબારી પસાર કર્યા બાદ માળીયા તરફ આગળ વધી રહ્યુ હતું આ દરમિયાન દેવ શોલ્ટના કારખાના પાસે મીઠું ભરેલું ડમ્પર ટાયર ફાટવાથી પલટી ગયું હતું. જેના કારણે ડમ્પરમાં ભારે નુકસાન થયું હતું.

અત્રે નોંધનીય છે કે, આ ધોરીમાર્ગ પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે અને આજના અકસ્માત સાથે સપ્તાહ દરમિયાન અકસ્માતની આ સાતમી ઘટના બની હતી.

અન્ય સમાચારો પણ છે...