તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટસ્ફોટ:ભુજમાં છ મસ્જીદ બનાવવા સલાઉદ્દીને 40 લાખ આપ્યા

ભુજ-વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા પોલીસની એસઆઇટીની ટીમે બે દિવસ ભુજમાં ધામા નાખી ઉંડી તપાસ કરી
  • ધર્માંતરણ-ફડિંગ કેસમાં ત્રણેય શખ્સોની પુછપરછ કરતા કચ્છ કનેકશન નિકળ્યું

ધર્માંતરણ અને ફંડિંગના મામલામાં તપાસ કરી રહેલી વડોદરા પોલીસની એસઆઇટીની તપાસમાં સલાઉદ્દીન શેખે તેના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના બેંક ખાતામાં મેળવેલી દાનની રકમમાંથી ભુજમાં 6 મસ્જિદો 40 લાખ રૂપિયાના ખર્ચે બનાવી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ છેલ્લા ત્રણ દિવસથી પોલીસની એક ટીમ સલાઉદ્દીનના સાગરીત હુસેન મનસુરીને સાથે રાખી તપાસ માટે ભુજ પહોંચી હતી અને ભુજમાં બનાવાયેલી 6 મસ્જિદો સાથે સંકળાયેલા 3 શખ્સોની ઉંડી પુછપરછ કરી છે, તો તેઓ કઇ રીતે સલાઉદ્દીનના સંપર્કમાં આવ્યા હતા અને સલાઉદ્દીને કેટલી રકમ મોકલી હતી.

તે સહિતના મુદ્દા પર પોલીસે માહિતી મેળવી હતી. ધર્માંતરણ, સરકાર વિરોધી આંદોલનો અને કોમી તોફાનોમાં સંડોવાયેલા આરોપીઓને છોડાવવા શહેરના સલાઉદ્દીન શેખ તથા ઉમર ગૌતમ સહિતના આરોપીઓની સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યા બાદ મામલાની ઝીણવટભરી તપાસ કરાઇ રહી છે. પોલીસે સલાઉદ્દીનના ખાસ સાગરીત ગણાતા મહમદ હુસેન ગુલામરસૂલ મનસુરીની ધરપકડ કરી વિવિધ મુદ્દા પર તપાસ કરવા 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

દરમિયાન એસીપી ક્રાઇમ ડી.એસ.ચૌહાણની આગેવાનીમાં બનાવાયેલી એસઆઇટીની તપાસમાં હુસેન મનસુરીએ આફમી ટ્રસ્ટની દાનની રકમમાંથી કચ્છના ભુજમાં 6 મસ્જિદો બનાવી હોવાનું જણાયુ હતું. સલાઉદ્દીનનો સાગરીત હુસેન મનસુરી આ મામલામાં જાણકારી ધરાવતો હોવાની શંકા રાખીને હુસેન મનસુરીને સાથે રાખી પોલીસની એક ટીમ રવિવારે સાંજે ભુજ પહોંચી હતી અને છેલ્લા 3 દિવસથી ભુજમાં બનાવાયેલી 6 મસ્જિદોમાં તપાસ કરીને આ મસ્જીદો સાથે સંકળાયેલા 3 શખ્સોની ઉંડી પુછપરછ કરી હતી.

પોલીસે મુઝીબ અલીમહંમદ મેમણ (રહે, મેમણ કોલોની, સુરલ બીટ તા.ભુજ) તથા ઉમર ઉર્ફે મુસ્તાક રહેમતુલ્લા મેમણ (રહે, ભીડનાકા બહાર, સીતારા ચોક, ભુજ) અને મહંમદ મુસ્તાક બચુભાઇ શેખ (રહે, ભીડનાકા બહાર, સીતારા ચોક)ની પુછપરછ કરીને કઇ મસ્જિદ તૈયાર કરવામાં સલાઉદ્દીન તરફથી કેટલી રકમ મોકલાઇ હતી અને તેઓ કઇ રીતે સંપર્કમાં હતા તે સહિતના મુદ્દા પર તપાસ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ભુજની તપાસ પુર્ણ કરી ગુરુવારે વહેલી સવાર સુધી વડોદરા પોલીસની એસઆઇટી વડોદરા પરત ફરશે તેમ પોલીસે જણાવ્યું હતું.

મહત્વના ગણાતા 4 શખ્સના સીઆરપીસી 164 મુજબ નિવેદન લેવાયા
પોલીસે જણાવ્યું હતું કે ધર્માંતરણ અને ફન્ડીગના મામલામાં સલાઉદ્દીન શેખે કરેલા નાણાંકીય વ્યવહાર સહિતના વિવિધ મુદ્દા પર પોલીસે બુધવારે આ કેસમાં મહત્વના ગણાઇ રહેલા 4 શખ્સના સીઆરપીસીની કલમ 164 મુજબ નિવેદન લીધા હતા. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ભુજ ઉપરાંત રાજયના વિવિધ શહેરો અને જીલ્લામાં પણ સલાઉદ્દીને મસ્જીદો માટે ફંડ આપ્યું હતું કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.

ભુજના ત્રણ ઇસમ મસ્જિદના સંચાલન સાથે સંકળાયેલા
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ભુજના મુજીબ મેમણ કરીયાણાના વેપારી છે અને તે મસ્જીદના સંચાલન સાથે સંકળાયેલા હતા જયારે અન્ય ઉમર ઉર્ફે મુસ્તાક મેમણ તથા મુસ્તાકશેખ છેલ્લા 21 વર્ષથી સમગ્ર વિસ્તારમાં દર મહિને ચારથી પાંચ લાખ રુપીયાની રાશન કીટ આપતા હોવાનું અને તેઓ પણ મસ્જીદના સંચાલન સાથે સંકલાયેલા હતા. તેઓ કેટલા સમયથી સલાઉદ્દીનના સંપર્કમાં હતા તે સહિતના મુદ્દાની પોલીસે તપાસ કરી હતી.

વડોદરા પોલીસની 2 ટીમો હજુ પણ લખનૌમાં જ
યુપીમાં 1 હજાર લોકોના ધર્માંતરણ કેસમાં પકડાયેલા સલાઉદ્દીન અને ઉમર શેખનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવવા તથા સમગ્ર કેસની માહિતી મેળવવા છેલ્લા ચાર દિવસથી વડોદરા પોલીસની 2 ટીમ લખનઉમાં છે. સુત્રોએ જણાવ્યું હતું કે હાલ ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...