તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:26/4ના કહ્યું હજુ આવતી કાલથી હોસ્પિટલની યાદી જાહેર કરશુ! પણ એ કાલ હજુ ન આવી

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોકો સ્વજનોને લઇને હોસ્પિટલોમાં ભટકી રહ્યા છે ત્યારે તંત્ર માહિતી આપવામાં નિષ્ફળ.
 • કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી માત્ર આટલી માહિતી તંત્ર જાહેર કરે તો લોકોની અડધી સમસ્યા હલ થઇ જાય !

કચ્છમાં કોરોનાઅે હાહાકાર મચાવ્યો છે. લોકોના ટપોટપ મોત થઇ રહ્યાં છે. તેની બીજીબાજુ રાજકારણીયો ફોટો સેશન અને અધિકારીઅો બેઠકોમાં જ વ્યસ્ત છે. દર્દીઅોને રાહત થાય તેવા પગલા ભરાઇ રહ્યાં નથી. ખાસ કરીને કચ્છમાં સૈથી વધારે કોઇ સમસ્યા છે તો અે હોસ્પિટલમાં ખાલી બેડની સ્થિતિ છે. અગાઉ જિલ્લા પંચાયત દ્વારા બહાર પાડવામાં અાવતી યાદીમાં કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે દર્શાવવામાં અાવતું હતું.

પરંતુ કોરોનાની બીજી લહેરમાં ખરેખર હવે અા વિગતની જરૂર છે ત્યારે તંત્ર દ્વારા અા જ માહિતી અાપવામાં અાવી રહી નથી. ચોંકાવનારી વાત તો અે છે કે સોશિયલ મિડીયામાં અા અંગે લોકોઅે ખૂબ જ વિરોધ કરતા જિલ્લા પંચાયતે અેકાઉન્ટમાંથી ખૂદ તા. 26/4ના સોશિયલ મિડીયા પર જ અાવતી કાલથી (અેટલે તા. 27/4)થી તાલુકા વાર હોસ્પિટલની યાદી અાપવાની ખાતરી અાપી હતી. પરંતુ જિલ્લા પંચાયતની અા અાવતી કાલ હજુ અાવી નથી !

અા અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં હાલ દૈનિક 150થી વધારે પોઝિટિવ કેસો અાવી રહ્યાં છે. અેપ્રિલ માસમાં અધધ 3000થી વધારે કેસો અાવી ગયા હોવાની સાથે 100થી વધારે લોકોના મોત થઇ ગયા છે. રેપિડ ટેસ્ટના અાંકડા તો હજુ તંત્ર દ્વારા જાહેર કરાતા જ નથી. તે અાંકડા જાહેર કરાય તો સ્થિતિની ભયાનકતાનો ખ્યાલ અાવી શકે તેમ છે. હાલ જિલ્લાની મોટાભાગની હોસ્પિટલમાં બેડ ખાલી નથી. તેમ છતાં જિલ્લા પંચાયત દ્વારા રોજે રોજ જારી કરાતી યાદીમાં 900થી વધારે બેડ ખાલી હોવાનું દર્શાવામાં અાવે છે ! પરંતુ ખાલી બેડ કઇ હોસ્પિટલમાં છે તે કચ્છનું તંત્ર જાહેર કરતુ નથી.

જેના પગલે અા અાંકડા શંકા ઉપજાવે છે. અા અંગે લોકોઅે સોશિયલ મિડીયા પર ખૂબ જ રોષ વ્યક્ત કર્યો હતો. જેના પગલે જિલ્લા પંચાયત દ્વારા તા. 26/4ના અાવતી કાલથી તાલુકાવાર હોસ્પિટલની યાદી અાપવામાં અાવશે તેવુ જાહેર કર્યું હતું. પરંતુ અા અાવતી કાલ શનિવારે તા.1/5 સુધી પણ જિલ્લા પંચાયતની અાવી નથી ! કચ્છમાં કોરોના જેમ જેમ વરર્યો તેમ-તેમ વહીવટી તંત્રમાં પારદર્શિતાની કમી અાવી રહી છે.

અા જિલ્લામાંથી કચ્છનું તંત્ર શીખ મેળવે
રાજ્યભરમાં કોરોનાનો કહેર છે. પરંતુ કેટલાક જિલ્લામાં લોકોને યોગ્ય માહિતી અાપવામાં અાવે છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર,જામનગર અને ભાવનગર મહાનગરપાલિકા, બોટાદ, ખેડા, મોરબી, પાટણ, પોરબંદર, તાપી જિલ્લા તંત્ર દ્વારા તેઅોના વિસ્તારમાં કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે માહિતી અાપવામાં અાવે છે. તેની યાદી રાજ્યના કોવીડ પોર્ટર પર પણ અપલોડ કરવામાં અાવે છે. અા જિલ્લાઅોમાંથી કચ્છનું તંત્ર કઇક શીખ મેળવે અને વીગતો અાપે તો દરદર ભટકી રહેલા દર્દીઅોના સ્વજનોને રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો